છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmer Protest)ને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ ખેડૂતો (Farmers)ને સૂચન કર્યું છે કે સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. તેઓ સરકાર પાસે આવે અને વાતચીત કરે. તેમના સૂચનોને પણ સરકાર સ્વીકારશે.http://imasdk.googleapis.com/js/core/bridge3.431.1_en.html#goog_998224195

અન્ના હજારે (Anna Hazare) આંદોલનમાં જોડાશે તેવી ચર્ચા વચ્ચે ગડકરીએ કહ્યું કે મને નથી લાગતું કે અન્ના હજારે જી જોડાશે. અમે ખેડૂતો સામે કંઈ કર્યું જ નથી. મંડીમાં વેપારીઓ કે અન્ય ક્યાંય પણ તેમનો પાક વેચવાનો ખેડૂતોનો અધિકાર છે.

ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર તૈયાર

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોની સાથે વાતચીત કરવા માટે સરકાર તૈયાર છે તેમ કહ્યું છે. તેઓએ કહ્યું કે ખેડૂતોએ સમજવું જોઈએ કે સરકાર તેમની સાથે કોઈ નુકસાન નહીં થવા દે. તેઓએ ખેડૂતોને કહ્યું કે તેઓ સરકાર પાસે આવે અને કાયદા વિશે વાત કરે. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત છે. જો ખેડૂતો કોઈ સૂચન આપશે તો સરકાર તેને માનવા માટે પણ તૈયાર છે.

પ્રદર્શનકારીઓમાં કેટલાક તત્વો એવા છે જે તેમને રાહથી ભટકાવી રહ્યા છે. આ ખોટું છે. ખેડૂતોએ કાયદાને સમજવાની ખાસ જરૂર છે. મને નથી લાગતું કે ખેડૂતોના પ્રદર્શનમાં અન્ના હજારે સામેલ થશે. ખેડૂતો જેને ઈચ્છે તેને પાક વેચી શકે છે. આ તેમનો અધિકાર છે. સરકાર ખેડૂતોની સાથે વાત કરીને રસ્તો કાઢશે.

છેલ્લાં 20 દિવસથી સતત ચાલી રહેલ ખેડૂત આંદોલનનો કયારે અંત આવશે તે દેખાઇ રહ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here