સરકારે સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ફરીથી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.50નો વધારો કર્યો છે. આ વધારા પછી, દિલ્હીમાં સબસિડી વિનાનાં 14.2 કિલો LPG ગેસ સિલિન્ડરની કિંમત વધીને 694 રૂપિયા થઈ ગઈ છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં 15 દિવસમાં આ બીજો વધારો છે. આ સિવાય 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 36 રૂપિયા વધી ગઈ છે. આજથી નવા ભાવ લાગુ થશે. અગાઉ ઓઇલ કંપનીઓએ 3 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો હતો.

15 દિવસમાં 100 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર

15 દિવસમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયા વધારો થયો છે. 3 ડિસેમ્બરે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા વધારો કરાયો હતો. તો ફરી એક વખત ગેસ સિલિન્ડર 50 રૂપિયામાં મોંઘું થઈ ગયું છે. આ રીતે, ગેસ સિલિન્ડર 15 દિવસમાં 100 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

14.2 કિલો ગેસ સિલિન્ડરનો નવો ભાવ

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં 14.2 કિલો LPG ગેસ સિલિન્ડરની કિંમત વધીને 694 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત સિલિન્ડર દીઠ 644 રૂપિયા હતી. તે જ સમયે, તો કોલકાતામાં 720.50 રૂપિયા, મુંબઇમાં 694 રૂપિયા અને ચેન્નઇમાં 710 રૂપિયા કરવામાં આવી છે.

19 કિલો LPG સિલિન્ડરનો નવો ભાવ

19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.36 નો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ સિલિન્ડરનો દર 1332 રૂપિયા છે. કોલકાતામાં 19 કિલો ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1,387.5 રૂપિયા, મુંબઇમાં 1280 રૂપિયા અને ચેન્નઇમાં 1446.5 રૂપિયા થઈ ગઈ છે.

અહીંથી LPG સિલિન્ડરની કિંમત ચકાસો

એલપીજીની કિંમત તપાસવા માટે તમે સરકારી તેલ કંપનીની વેબસાઇટ પર જાઓ. અહીંની કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. https://iocl.com/TotalProductList.aspx આ લિંકની મુલાકાત લઈને, તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરના દર ચકાસી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here