દિલ્હી બોર્ડરે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આજે આમઆદમી પાર્ટી -આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત કરી હતી કે 2022માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અમે લડીશું અને જીતીને બતાવીશું. એક પત્રકાર પરિષદ યોજીને તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં જે સગવડો મળે છે એ ઉત્તર પ્રદેશમાં કેમ ન મળી શકે. અમે ઉત્તર પ્રદેશને આંતરરાષ્ટ્રીય સગવડો આપીશું. યુપીએ અત્યાર સુધી ખરાબ રાજનીતિ જોઈ છે. હવે એવામાં તેને નવો ચાન્સ મળવો જોઈએ. દેશના સૌથી મોટા રાજ્યમાં સારી સુવિધાઓ કેમ ન હોઈ શકે.

યુપીએ ગંદી રાજનીતિ જોઈ, અમે સ્વચ્છ વહિવટ આપીશું

તેમણે એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધી ઉત્તર પ્રદેશે ગંદી રાજનીતિ જોઇ છે. અમે સ્વચ્છ વહીવટ આપીશું. અમે દરેક મહોલ્લામાં દવાખાના, મફત પાણી અને મફત વીજળી આપીશું. દેશના સૌથી મોટા રાજ્યની દુર્દશા તો જુઓ. દેશનાં સૌથી ગરીબ રાજ્યોમાં એની ગણના થાય છે. અમે એ પરિસ્થિતિ સુધારીશું. કેમ સારી સુવિધાઓ ન મળી શકે. શા માટે યુપીમાં ક્લિનિક, મફત વીજળી, પાણી નથી મળી રહ્યું.

દિલ્હીના રહેવાસીઓને આપો છો એવી ઉત્તર પ્રદેશના લોકોને પણ મળે એવું કંઇક કરો

કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે દિલ્હીમાં ઉત્તર પ્રદેશના ઘણા લોકો રહે છે. એ લોકોએ મને અપીલ કરી હતી કે તમે જેવી સગવડો દિલ્હીના રહેવાસીઓને આપો છો એવી ઉત્તર પ્રદેશના લોકોને પણ મળે એવું કંઇક કરો. મેં તેમને વચન આપ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડીને વિજયી થઇશું પછી તમે જોજો, દિલ્હી જેવી તમામ સગવડો તમને મળશે.

વિધાનસભા ચૂંટણીમાં હવે ફક્ત દોઢ વર્ષનો સમય જ બાકી

ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં હવે ફક્ત દોઢ વર્ષનો સમય જ બાકી છે. એવામાં દરેક કોઈ પોતાની તૈયારીઓમાં લાગ્યા છે. આમ આદમી પાર્ટીએ હાલમાં જ ગોવા જિલ્લા પંચાયતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. યૂપીમાં સંજયસિંહની આગેવાનીમાં આપ સતત કેટલીય જગ્યાઓ પર પોતાની હાજરી પૂરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here