રાજ્યમાં વિવિધ માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોની વહારે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. આઇએમએ દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પત્ર લખવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે ઇન્ટર્ન ડોક્ટરોની રજૂઆત યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે તેમની માંગણી ન્યાયિક છે. આથી સરકાર તેમની માંગણીઓને સંતોષકારક ઉકેલ લાવે તેવી રજૂઆત આઇએમએ દ્વારા કરવામાં આવી છે.
સરકાર તેમની માંગણીઓને સંતોષકારક ઉકેલ લાવે તેવી રજૂઆત આઇએમએ દ્વારા કરવામાં આવી
- ઇન્ટર્ન ડોકટરની હડતાળનો મામલો
- ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન આવ્યું ઇન્ટર્ન ડોકટરોની વહારે
- આઇ.એમ.એ. દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને અગ્ર સચિવ જયંતિ રવી ને લખ્યો પત્ર
- ઇન્ટર્ન ડોકટરની રજુવાત યોગ્ય છે – આઇ.એમ.એ.
- આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે – આઇ.એમ.એ
- સંતોષકારક ઉકેલ લાવવા માટે સરકાર ને કરી રજૂવાત