1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થયા છે. આ તે જ યુદ્ધ હતું જેના પરિણામે દુનિયાના નક્શા પર બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રનો ઉદય થયો. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દીધું હતુ. આ સંઘર્શમાં કારમા પરાજયનો સામનો કર્યા બાદ પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ભારત સામે આત્મસમર્પણ કરવુ પડ્યુ હતુ. આ યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમ નરેન્દ્ર મોદી નવી દિલ્હી સ્થિત નેશનલ વૉર મેમોરિયલમાં સ્વર્ણિમ વિજય મશાલને પ્રજ્જવલિત કરી અને આ સાથે જ આખા વર્ષ દરમિયાન થનારા કાર્યક્રમોની શરૂઆત થશે. પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બરે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવતો રહ્યો છે.

1971 યુદ્ધના નાયકોને દેશે કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારકમાં 1971 યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ પાઠવી. પીએમ મોદીને અહીં રક્ષા મંત્રી રાજનાથ સિંહે રિસીવ કર્યા. તે બાદ પીએમ મોદીએ 1971 યુદ્ધના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. આ અવસરે 1971 યુદ્ધના સૈનિક પણ અહીં ઉપસ્થિત રહ્યાં.

સ્વર્ણિમ વિજય વર્ષના Logoનું અનાવરણ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સ્મારક પર સ્વર્ણિમ વિજય વર્ષના લોગોનું અનાવરણ કર્યું હતું. આ સાથે સંપૂર્ણ વર્ષ સુધી ચાલવાવાળા સ્વર્ણિમ વિજય વર્ષ સમારોહની શરૂઆત થઈ ગઈ છે.

રાજપથ પર રાફેલ વિમાનોનુ ફ્લાય પાસ્ટ

પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે અહીં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી તે સમયે ભારતના સૌથી અત્યાધુનિક વિમાન રાફેલે રાજપથ પર ફ્લાય પાસ્ટ કર્યુ અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી.

જણાવી દઇએ કે આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ દુનિયાના સૈન્ય ઇતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા. આ યુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાન દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ સૈનિકો સાથે સરેન્ડર કરનાર દેશ બની ગયો. આ યુદ્ધની શરૂઆત 3 ડિસેમ્બર 1971ના રોજ થઇ અને તે 16 ડિસેમ્બર 1971 સુધી ચાલ્યુ. સૈન્ય ઇતિહાસમાં આ યુદ્ધને ફૉલ ઑફ ઢાકા પણ કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here