અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં સોમવારે મહત્ત્વનો તબક્કો પાર થયો હતો, જેમાં ઈલેક્ટોરલ મતદાન યોજાયું હતું. 538 પૈકી 306 ઈલેક્ટોરલ મત જો બિડેન-કમલા હેરિસની જોડીને મળ્યા હતા. માટે હવે તેઓ સત્તાવાર રીતે અમેરિકાના પ્રમુખ-ઉપપ્રમુખ વિજેતા જાહેર થયા હતા. પ્રમુખ બનવા માટે 270 ઈલેક્ટોરલ મત જોઈએ, જેનાથી બિડેનને વધુ મત મળ્યા હતા.

આ વિજય એ અમેરિકાની લોકશાહીનો વિજય

આ વિજય પછી બિડેને કહ્યું હતું કે પાછલા વર્ષોમાં અમેરિકાની લોકશાહીને ઘણુ નુકસાન થયું છે. પરંતુ આ વિજય એ અમેરિકાની લોકશાહીનો વિજય છે. હવે આપણી સમક્ષ અનેક કામો પડયા છે. એટલે પાનું ફેરવીનેે નવેસરથી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે. બિડેને આ વખતના વિજયી ભાષણમાં પણ ટ્રમ્પની ટીકા કરતા જણાવ્યું હતું કે અગાઉ ક્યારેય ન સર્જાઈ હોય એવી શરમજનક સ્થિતિ ટ્રમ્પે સર્જી છે.

રશિયાએ પણ બિડેનને પ્રમુખપદના અભિનંદન આપ્યા

બિડેન

અત્યાર સુધી રશિયન પ્રમુખ પુતિને બિડેનને વિજયના અભિનંદન આપ્યા ન હતા. પરંતુ ઈલેક્ટોરલ કોલેજ એ ફાઈનલ નિર્ણય હોવાથી હવે મોસ્કોથી પણ બિડેનને અભિનંદનનો ફોન ગયો હતો. 78 વર્ષિય બિડેન આગામી 20મી જાન્યુઆરીએ શપથ લઈ અમેરિકાના 20મા પ્રમુખ બનશે, જ્યારે તેમની સાથે કમલા હેરિસ અમેરિકાના 49મા વાઈસ પ્રેસિડેન્ટ બનશે.

પરંતુ ઉપપ્રમુખ બનનારા કમલા પ્રથમ મહિલા, પ્રમથ એશિયન-અમેરિકન, પ્રથમ આફ્રિકન અમેરિકન હશે. દરમિયાન ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો આક્ષેપ કરનારા વર્તમાન પ્રમુખ ટ્રમ્પ હજુ પણ આ ચૂકાદો સ્વિકારવા આનાકાની કરી રહ્યા છે. જોકે અમેરિકાની કોર્ટ અને ઈલેક્ટોરલ કોલેજ એમ બન્ને મોરચેથી ટ્રમ્પને જાકારો મળી ચૂક્યો હોવાથી તેમની પાસે હાર માનવા સિવાય વિકલ્પ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here