છેલ્લા 13 દિવસમાં સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. હવે સબસિડી વગરના સિલિન્ડરની કીંમત 756.50 રૂપિયા થઇ ગઇ છે. આ નવો ભાવ સોમવારની મધરાતથી અમલમાં આવી ગયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવ્યા છે. દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.

સબસિડી વગરના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં વધારો

આ વખતે પહેલી ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા હતાં પણ ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવ વધારવામાં ન આવતા લોકોને રાહત થઇ હતી. જો કે તેના બીજા જ દિવસે એટલે કે બીજી ડિસેમ્બરે સબસિડી વગરના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પાંચ કિલોગ્રામના સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવ્યા છે.

સિલિન્ડર

13 દિવસમાં બે વખત વધારવામાં આવ્યા

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 13 દિવસમાં પ્રથમ વખત બે વખત વધારવામાં આવ્યા છે. સોમવાર રાતે 12 વાગ્યે નવા ભાવ આવતા રાંધણ ગેસ એજન્સીઓના ડીલરોની સાથે અધિકારીઓ પણ આશ્રર્યચકિત થઇ ગયા હતાં. 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 50 રૂપિયા જ્યારે પાંચ કિલોના સિલિન્ડરના ભાવમાં 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here