દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડે છે, એવામાં ઠંડા પવનોની સાથે હવે ઠંડીનો પારો ગગડ્યો છે, આ દરમિયાન રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે ચાલ્યો ગયો, અહીં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે,ત્યાં જ, ચુરૂમાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ત્યાર બાદ, પીલાનીમાં રાત્રિનું તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ દરમિયાન, બિકાનેર, ગંગાનગર, ફલૌદી, સીકર, જેસલમેર અને અલ્વરમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 5.6, 6.4, 6.6, 7, 7.4 અને 8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.

આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના

અત્રે ઉલ્લેખનિય છે કે રાજસ્થાનમાં ઠંડીનાં પ્રકોપમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે સવારે રાજ્યના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું, જેની અસર રેલવે સેવાઓ પર પણ પડી.આ સમય દરમિયાન રેલ્વેએ ઘણી ટ્રેનો પણ રદ કરી દીધી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે. ઉપરાંત, ધુમ્મસ પણ છવાયેલું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here