ગુજરાતમાં લેન્ડગ્રેબિંગ એક્ટનો આજથી થશે અમલ થશે. મુખ્યમંત્રીએ આ કાયદા વિશે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ કાયદા અનુસાર 7 અધિકારીઓની કમિટી બનાવાશે, આ કમિટી 21 દિવસમાં રિપોર્ટ રજુ કરશે. નોંધનીય છે કે સરકારે કાયદા વિશે જણાવતા કહ્યું કે જે પણ ગેરકાયદેસર રીતે જમીન પચાવશ તેમને ઓછમાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની સજા થશે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોઈ પણ માથાભારે શખ્સ હોય તેની વિરુદ્ધ સખ્તમાં સખ્ત સજા થશે. સરકાર ગેરકાયદેસર જમીન પચાવનાર સામે લાલ આંખ કરી છે.
ગેરકાયદેસર રીતે જમીન પચાવનારને 10થી 14 વર્ષની સજા થશે
6 મહિનાની અંદર કોર્ટ આ મામલે મહત્વનો નિર્ણય સંભળાવશે, ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પાડનારના કેસમાં આ એક્ટ જરૂરી છે. જો આક્ષોપો ખોટા છે તે પુરવાર કરવાની જવાબદારી આરોપીની રહેશે. કોઈની મિલકત પચાવી પાડનાર વિરુદ્ધ સખ્ત કાયદો સરકારે ઘડ્યો છે. નોંધપાત્ર છે કે જો ફરીયાદી ખોટી ફરિયાદ કરશે તો તેની વિરુદ્ધ પણ સખ્ત પગલાં લેવામાં આવશે. ફરીયાદ મળ્યાના 20 દિવસની અંદર કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવેલી ફરિયાદોની સમીક્ષા કરશે. આ ફરિયાદમાં કેટલી સત્યતા છે તે ચકાસવામા આવશે. આ કાયદા હેઠળ આવેલી ફરિયાદની દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ છે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે. જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે.

૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે
વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે. આ કાયદા હેઠળ કેસ આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે. આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. ફરિયાદ FIR નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે.
ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર
આ કાયદા અન્વયેના ગૂનાઓની તપાસ DYSP ના દરજ્જાના અધિકારી કરશે. તો સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. આ ઉપરાંત વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે.