ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસ એક કરોડની નજીક પહોંચી ગયા છે. આ સ્થિતિ વચ્ચે હવે કોરોનાની રસીના સપ્લાયની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે રસીને પહોંચતી કરવા માટે અતિ મહત્વના ગણાતા કોલ્ડ સ્ટોરેજના આંકડા જાહેર કર્યા છે. સરકારનો અંદાજ છે કે આશરે 29 હજાર કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ, 240 વોક ઇન કૂલર્સ, 70 વોક ઇન ફ્રીઝર્સ, 45 હજાર આઇસ લાઇન્ડ રેફ્રીઝરેટર, 41 હજાર ડીપ ફ્રીઝર્સ અને 300 સોલાર રેફ્રીજરેટરનો ઉપયોગ રસીના સ્ટોરેજ માટે થશે.

સાથે જ કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે રાજ્યોએ આ માટે તૈયાર રહેવું, અમે જે પણ રસીના સ્ટોરેજ માટેના સાધનોની જરૂર હતી તે પહોંચતા કરી દીધા છે અને અન્ય બાકીના ઇક્યૂપમેન્ટ્સ પણ પહોંચાડી દેવામાં આવશે. હવે રાજ્યો પર નિર્ભર રહેશે કે તેઓ કેટલી ઝડપે રસીને લોકો સુધી યોગ્ય રીતે પહોંચતી કરે છે.

50 વર્ષથી વધુ વયના ડાયાબિટિસના દર્દીઓને રસી આપવામાં પ્રાથમિક્તા

બીજી તરફ રસીની ટ્રાયલ પણ હવે અંતિમ તબક્કામાં છે અને તેને ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવશે. એક વખત રસીને સંપૂર્ણપણે માન્યતા મળી ગઇ તે બાદ જ તેને લોકો સુધી પહોંચતી કરવામાં આવશે. 50 વર્ષથી વધુ વયના ડાયાબિટિસના દર્દીઓને રસી આપવામાં પ્રાથમિક્તા અપાશે.

ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં રસી આપ્યા બાદ આડ અસર જોવા મળી

રાજ્યોએ દરેક બ્લોકમાં આવી સ્થિતિને પહોંચી વળવા માટે એક બ્લોકની ઓળખ કરી લેવી જોઇએ. આવા જાહેર જનતા માટેના રસીકરણમાં પણ અગાઉ ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં રસી આપ્યા બાદ આડ અસર જોવા મળી ચુકી છે. તેથી કોરોના રસીની પણ કોઇ જ આડ અસર નહીં થાય તેની ખાતરી નથી આપી રહ્યા, અને શક્યતાઓને નકારી પણ નથી રહ્યા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24528 કેસો સામે આવતા કુલ કેસોનો આંકડો 9930833એ પહોંચ્યો છે. જ્યારે વધુ 29147 સાથે સાજા થયેલાનો કુલ આંકડો 94,51,111ને વટાવી ગયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 365 લોકોના મોત સાથે મૃત્યુઆંક 144052એ પહોંચ્યો છે.

સરકારે જણાવ્યું છે કે ભારતમાં રીકવરી રેટ હાલ 95 ટકાને પાર કરી ગયો છે. એટલે કે એક્ટિવ કેસો હવે પાંચ લાખની અંદર પહોંચી ગયા છે. બીજી તરફ હરિયાણાના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજનું સ્વાસ્થ્ય કોરોનાને કારણે કથળી રહ્યું છે. તેઓને હવે રોહતકના પીજીઆઇમાંથી મેદાંતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. માત્ર 48 કલાકમાં જ તેમને બીજી હોસ્પિટલ શિફ્ટ કરવા પડયા છે.

કોરોના દર્દીઓમાં ફૂગથી રોશની જવાની ભીતિ, 15 દિવસમાં અનેક કેસો

કોરોના વાઇરસથી લોકોમાં કેટલીક નવી સ્વાસ્થ્ય સંલગ્ન મુશ્કેલીઓ સામે આવી રહી છે. ડોક્ટરોને કોરોના વાઇરસના દર્દીઓમાં આંખોની રોશની છીનવી લે તેવી ફૂગની જાણકારી મળી છે. આ ફૂગના ઇંફેક્શનને જીવલેણ પણ માનવામાં આવે છે. જે માત્ર રોશની જ નથી છીનવી રહ્યું સાથે સાથે સ્વાસ્થ્ય પણ નબળુ પાડી દે છે અને જીવ પણ જઇ શકે છે.

કેટલાક કેસોમાં તે મગજ પર પણ અસર કરે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 13 એવા કેસો સામે આવ્યા છે કે જેમાં મોટા ભાગના દર્દીઓને રોશની ગુમાવી દીધી છે. હોસ્પિટલના અિધકારીઓએ કહ્યું કે આઁખ, નાક અને ગળાના ડોક્ટરો સામે છેલ્લા 15 દિવસમાં 13 એવા મામલા સામે આવ્યા જેમાં 50 ટકા કેસોમાં રોશની જતી રહી. કોરોના વાઇરસને કારણે થતું ફંગલ ઇન્ફેક્શન નવી સમસ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here