કોરોના વાયરસ સામે માત્ર સતર્ક રહેવાનું છે અને વેક્સિન આવે નહીં ત્યાં સુધી જીવનનો આનંદ માણવાનું ભૂલવાનો કોઇ અર્થ નથી તે વાત હવે ધીરે-ધીરે અનેક લોકો સ્વિકારતા થઇ ગયા છે. આ જ કારણ છે કે ગુજરાતમાંથી હવે માત્ર નજીકના સ્થળે જ નહીં વિદેશમાં પણ ફરવા જનારાઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ક્રિસમસ વેકેશન-ન્યૂ યરની ઉજવણી માટે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકોએ દુબઇ-માલદિવ્સ માટે બૂકિંગ કરાવેલા છે.

આગામી ક્રિસમસ વેકેશન અને ન્યૂ યરની ઉજવણી માટે ગુજરાતીઓમાં ભારતમાંથી ગોવા-માઉન્ટ આબુ-જયપુર-ઉદેપુર-જોધપુર-દીવ-દમણ જેવા સ્થળો હોટ ફેવરિટ છે. આ સિવાય વિદેશમાંથી દુબઇ-માલદિવ્સ માટે પણ ગુજરાતમાંથી ખૂબ જ મોટો વર્ગ છે. દુબઇ-માલદિવ્સ માટે અમદાવાદની કેટલીક ટ્રાવેલ એજન્સીના આગામી ૨૪ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધીના બૂકિંગ ફૂલ પણ થઇ ગયા છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં કોરોનાના ૧.૮૮ લાખ જ્યારે માલદિવ્સમાં ૧૩ હજારથી વધુ કેસ નોંધાયેલા છે.

આ અંગે એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, ‘લોકડાઉન વખતે કોરોનાનો ભય એટલો હતો કે લોકો એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પણ ડર અનુભવતા હતા. પરંતુ કોરોનાનો રીક્વરી રેટ વધવાની સાથે જ હવે દિવાળી અગાઉથી ટૂરિઝમ ધીરે-ધીરે ફરી ધબકતું થઇ રહ્યું છે. લોકો ફરવા માટે વિદેશ પણ જઇ રહ્યા છે તે આ વાતનો પુરાવો છે. માલદિવ્સમાં કેટલીક હોટેલમાં ૨૪ કલાક માટે ડોક્ટર-નર્સની વ્યવસ્થા છે. આટલું જ નહીં ઈમરજન્સી થાય તો તેને પહોંચી વળવા હોટેલમાં આઇસોલેશન વોર્ડ છે. ‘

અન્ય એક ટ્રાવેલ એજન્સીના મનિષ શર્માએ જણાવ્યું કે, ‘માલદિવ્સ અને દુબઇમાં કોરોના સંક્રમણ માટેની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ત્યાં ફરવા માટે વધુ લોકો પસંદગી ઉતારી રહ્યા છે.કોઇ પણ વ્યક્તિ તાજેતરના આરટીપીસીઆર ટેસ્ટ સાથે આ બંને દેશમાં જઇ શકે છે.

દુબઇની હોટેલમાં ચેક આઉટ થયાના ૨૪ કલાક સુધી અન્ય કોઇને તે રૃમ અપાતો નથી. ચેક આઉટ થયા બાદ અને ચેક ઈન અગાઉ રૃમને સેનિટાઇઝ કરવામાં આવે છે. આટલું જ નહીં પ્રવાસી જે કેબમાં બેસે તેનું પણ સતત સેનિટાઇઝેશન થાય છે. આ ઉપરાંત કોરોના અગાઉ દુબઇની જે હોટેલના ટેરિફ દિવસના રૃપિયા ૫૦ હજાર સુધી પહોંચી ગયા હતા ત્યાં હવે ભાવ ઘટીને રૃપિયા ૩૦ હજાર સુધી થઇ ગયા છે. માલદિવ્સનું પેકેજ કોરોના અગાઉ રૃપિયા ૧.૨૦ લાખ હતું તે હવે રૃપિયા ૭૦-૮૦ હજાર વચ્ચે છે જ્યારે દુબઇના પેકેજ રૃપિયા ૫૦ હજારથી શરૃ થાય છે.

અમદાવાદમાં વિદેશ માટેના મુસાફરોની અવર-જવર

મહિનોમુસાફરોફ્લાઇટ
ઓગસ્ટ૪,૦૪૪૨૦૪
સપ્ટેમ્બર૯,૮૯૯૨૫૯
ઓક્ટોબર૧૫,૮૫૬૨૨૬
કુલ૨૯,૭૯૯૬૮૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here