તમારામાંથી ઘણાં લોકો સાથે એવું બન્યું હશે કે જ્યારે જરૂર હોય ત્યારે જ અચાનક તેમનું આધાર કાર્ડ ખોવાઇ ગયુ હશે. તેવામાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હશે. પરંતુ હવે આધાર કાર્ડ બનાવતી એજન્સી UIDAIએ નવી સર્વિસ શરૂ કરી છે. પહેલા આધાર કાર્ડ ગુમ થઇ જાય તો તેને પ્રિન્ટ કરાવાની સુવિધા ન હતી. હવે UIDAI તરફથી જારી જાણકારી અનુસાર, તમે તેની વેબસાઇટ પરથી 50 રૂપિયાનો ચાર્જ ચુકવીને આધારને રિપ્રીન્ટ કરવા માટે અરજી કરી શકો છો.

તમારા પેમેન્ટ કર્યાના 5 દિવસની અંદર સ્પીડ પોસ્ટ દ્વારા તમને આધાર કાર્ડ મળી જશે. આધાર કાર્ડને રીપ્રિન્ટ કરવા માટે તમારો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઇડેંટિફિકેશન નંબર ખબર હોવો જોઇએ. આ સાથએ જ આધાર કાર્ડને રીપ્રિન્ટ કરવા માટે તે પણ જરૂરી છે કે આધાર માટે રજીસ્ટર્ડ તમારો મોબાઇલ નંબર તમારી પાસે હોય. જ્યાપે તમે આધાર કાર્ડને રીપ્રિન્ટ કરવા માટે UIDAIની વેબસાઇટ પર અરજી કરશો તો તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ આવશે. જો તમારા આધાર નંબર સાથે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર્ડ નહી હોય તો તમે UIDAIની વેબસાઇટ દ્વારા આધાર કાર્ડને રીપ્રિન્ટ કરવા માટે અરજી ન કરી શકાય.

UIDAI અનુસાર, જો તમે તમારુ UID/EID ભૂલી ગયા હોવ અથવા તેની રિસિપ્ટ ખોવાઇ ગઇ હોય તો ગભરાવાની જરૂર નથી. તે તમને વેબસાઇટ પરથી મળી જશે. તેને મેળવવા માટે https://resident.uidai.gov.in/lost-uideid ક્લિક કરો. તમે તેને 1947 પર કૉલ કરીને પણ મેળવી શકો છો.

EIDની જરૂર

EID તે સમયે કામ આવે છે જ્યારે આધારકાર્ડ ધારકને પોતાના આધાર કાર્ડનો નંબર યાદ નથી રહેતો. આ એનરોલમેન્ટ નંબર દ્વારા તમે સરળતાથી તમારુ આધાર કાર્ડ બનાવડાવી શકો છો. EID આધાર સ્ટેટસને ચેક કરવા અને આધાર ડાઉનલોડ કરવાના કામ આવે છે. જેના દ્વારા તમે UIDAI વેબસાઇટ પરથી ફરીથી આધાર ડાઉનલોડ કરી શકો છો. જો તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવુ હોય તો તમે આધારની વેબસાઇટની ઇંટરફેસ લિંક પર જશો. જ્યાં તમારે 14 અંકોનો એનરોલમેન્ટ નંબર રજીસ્ટર કરવો પડશે. તમારે તમારુ નામ અને એરિયા પિન કોડ ભરવાનો છે જે બાદ તમે આધાર ડાઉનલોડ કરી શકશો.

EID શું છે

EID 28 અંકોનો એક કોડ છે જે એક્નૉલેજમેંટ સ્લિપના 14 અંકો અથવા એનરોલમેન્ટના 14 અંકો સાથે બને છે. મોટાભાગે કાર્ડ બન્યા બાદ હવે આ સ્લિપ કોઇ કામની નથી તેવુ વિચારીને આપણે એક્નૉલેજમેન્ટ સ્લિપ રાખતા નથી. પરંતુ આ સ્લિપમાં રહેલો એનરોલમેન્ટ નંબર આપણા માટે ઘણો કામનો છે. આ સ્લિપ તે સમયે મદદરૂપ સાબિત થાય છે જ્યારે આપણને આપણો 14 અંકનો આધાર નંબર યાદ નથી રહેતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here