અમદાવાદમાં બેફામ અસામાજિક તત્વોનો આંતક આવ્યો સામે છે.કૃષ્ણનગર વિસ્તારમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. સાતથી આઠ શખ્સો હોવા છત્તાં પોલીસે માત્ર બે લોકો સામે ગુન્હો નોંધાયો હતો. કૃષ્ણનગર પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગેંગવોર સર્જાઈ હતી.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગેંગવોર સર્જાઈ

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં આ ખૂની ખેલને અંજામ અપાયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક આવેલા ખુલા રોડ ઉપર જાહેરમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં આરોપીઓના નામ છે (1) હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર (2) નીશું શાહ માત્ર બે વ્યક્તિઓનો જ નામ નોંધવામાં આવ્યા છે.
રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં આ ખૂની ખેલને અંજામ અપાયો
કૃષ્ણનગર પોલીસ કોને બચાવવાનો કરે છે પ્રયાસ?
- શું જાહેરમાં હત્યા કરનાર ગુંડાઆેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે કૃષ્ણનગર પોલીસ?
- કૃષ્ણનગર પોલીસ કોને બચાવવાનો કરે છે પ્રયાસ?
- વીડિયોમાં દેખાતા સાતથી આઠ આરોપી પૈકી બે આરોપી સામે કેમ નોંધવામાં આવી ફરીયાદ?
- બેઆરોપીને બાદ કરતા અન્ય આરોપી વિરૂદ્ધ ક્યારે થશે ફરીયાદ?
- મૃતક યુવકનું ડાઈંગ ડિક્લેરેશન નોંધવાની પોલીસે કેમ ન લીધી તસ્દી?
પરંતુ વિડીયો અંદાજિત સાત થી આઠ લોકોના દેખાઈ રહ્યા છે તે છતાંય કૃષ્ણનગર પોલીસે માત્ર બે લોકો વિરુદ્ધ જ ગુનો નોંધીને સંતોષ માની લીધો છે. ઉલ્લેખનીય છે કે ધ્રુવરાજ સિંહ ભાટીની હત્યા ગેંગ વોરમાં થઇ હોવાનું મનાઈ રહ્યું છે નવાઈની વાત એ છે કે સબ સલામત હૈ ના પોકળ વાયદાઓ વચ્ચે આ પ્રકારે જાહેરમાં એક યુવકની હત્યા થાય છે ત્યાં સુધી ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી સુધ્ધાંય હલતું નથી.
- કૃષ્ણનગર પોલીસની વરવી ભૂમિકા
- સ્થાનિક નેતાના દબાણમાં કૃષ્ણનગર પોલીસે શુ ભજવી વરવી ભૂમિકા?
- કોના ઈશારે શરૂઆતમાં કલમ 307 નહોતી ઉમેરાઈ
- સ્થાનિક કોર્પોરેટરના દબાણ સામે સરન્ડર થઈ ગઈ કૃષ્ણનગર પોલીસ
- જાહેરમાં ખૂની ખેલ ખેલનારા ગુંડાઓને કેમ બચાવવા માંગે છે કૃષ્ણનગર પોલીસ