કોરોનાની સારવાર લઇ ચૂકેલા વૃધ્ધોએ બેફિકર થવાને બદલે ઇમ્યુનીટી વધારવાનો પ્રયાસ કરવો જોઇએ, એમ તાજેતરના એક નવા સંશોધનમાં જાણવા મળ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-19 માટે એન્ટીબોડીના નિર્માણમાં પણ વિલંબ થાય છે અને વધુ લાંબા સમય સુધી ટકતું પણ નથી.
ઉપરાંત એવી પણ શક્યતા રહેલી છે કે આ કારણસર જ વૃધ્ધોએ નિશ્ચિંત ના થવું જોઇએ. કોરોનાની સારવાર લઇને આવેલા 800 વૃધ્ધો પર સંશોધન કરાયું હતું. નવા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે વૃધ્ધોમાં એન્ટીબોડી ઓછી હોવાના કારણે તેની સ્પીડ ખુબ વધારે હોય છે.

800 ડોનરો પર કરાયો સર્વે
ટ્રાન્સફ્યુઝન મેડિસીનના મુખ્ય પ્રોફેસર તુલિકા ચંદ્રા અનુસાર, સંક્રમીત થયા પછી સાજા થયેલા અને પ્લાઝમા બેન્કમાં દાન કરવા આવેલા વૃધ્ધો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો. 800 ડોનરો પૈકી અર્ધા ભાગના એટલે કે 400 દાતાઓ અયોગ્ય જાહેર થયા હતા. ઉપરાંત પચાસમાં લોહીની ઉણપ જોવા મળી હતી.
કેટલાકનું વજન ઓછું હતું અથવા તો તેઓ એચઆઇવીગ્રસ્ત હતા. 70 દરદીઓની કન્ટેન્ટ હિસ્ટ્રી હતી પરંતુ ક્યારે આરટી-પીસીઆઇ પ્રક્રિયામાં પોઝિટિવ જણાયા નહતા. 53 જણા એવા હતા તેમને સાજા થવાનો ત્રણ મહિના ઉપરનો સમય થયો હતો.
પચાસ વર્ષ કરતાં વધુ વ્યક્તિઓમાં એન્ટીબોડી ખુબ ઝડપથી ઓછું થાય છે
227 ડોનર એવા હતા જેઓ તમામ ધોરણો પર ખરા સાબિત થયા હતા, પરંતુ તેમના લોહીમાં એન્ટીબોડી હતી જ નહીં. આવા ડોનરોમાં પચાસ વર્ષ કે તેથી મોટી વયના હતા. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિ. દ્વારા સંચાલિત આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પચાસ વર્ષ કરતાં વધુ વ્યક્તિઓમાં એન્ટીબોડી ખુબ ઝડપથી ઓછું થાય છે.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે દરેક વયના વર્ગના લોકો જેમનામાં કોરોનાના લક્ષણો એક દિવસ માટે પણ દેખાયા હતા તેમના શરીરમાં લાંબા સમય સુધી એન્ટીબોડી રહે છે જ્યારે લાંબા સમય સુધી સંક્રમિત થયેલાઓમાં આ માત્રા ઓછી હતી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સાજા થયા પછી 12થી 53 દિવસોની અંદર દરદીઓમાં પ્લાઝમા રહેલું એન્ટીબોડી પુરતું અને પ્રભાવી હોય છે.