દેશમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે દિલ્હી સહિત સમગ્ર એનસીઆર શીત લહેરની લપેટમાં છે. ગુરુવારે પાટનગરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું, જે છેલ્લા દસ વર્ષમાં સતત બીજા દિવસે સૌથી ઠંડો દિવસ હતો. આ અગાઉ 2011 માં, 17 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 5.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સવારે સાડા 8 વાગ્યા સુધી ધુમ્મસનું સ્તર 800 મીટરની સાથે હળવી શ્રેણીમાં નોંધાવમાં આવ્યું, બપોરે 2 વાગ્યે તળકો નિકળ્યો, પરંતું ઠંડી હવાઓ બિન અસરકારક રહીં, રાતમાં પણ હાંડ થિજાવી નાખનારી ઠંડી અનુભવાઇ, ગુરૂત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રીથી ઓછું 15.2 સેલ્સિયસ નોંધાયું.
પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોર પછી પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ 7 ડિગ્રીથી નીચે જ રહ્યું . તો, છેલ્લા 24 કલાકમાં મહત્તમ ભેજનું પ્રમાણ 100 ટકા અને લઘુત્તમ 60 ટકા નોંધાયું. લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રિજ વિસ્તાર સૌથી ઠંડો રહ્યો. આયા નગરમાં પણ લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. લોદી રોડ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું.
હવામાન વિભાગનાં વડા કુલદીપ શ્રીવાસ્તવનાં જણાવ્યા મુજબ હાલમાં ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા પૂરી થઈ છે. આ કારણે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનો દિલ્હીમાં શીત લહેરનો માહોલ જોવા મળ્યો છે. તે આગામી બે દિવસ ચાલે તેવી સંભાવના છે. આને કારણે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે રહેશે અને દિલ્હીવાસીઓને શિયાળાની ઠંડીનો સામનો કરવો પડશે. રાજધાનીમાં સતત બીજા દિવસે એક દાયકાની જબરદસ્ત ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. બુધવારે પણ લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા દસ વર્ષમાં 16 નવેમ્બરના રોજનું સૌથી નીચું હતું.