• આંતરરાષ્ટ્રીય વેપારીઓને જે વસ્તુઓની જરૂર હોય તે ખેડૂતો સાથે કરાર કરે તો બંનેને ફાયદો

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં આજે કૃષિ સુધારા બીલને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. પરશોત્તમ રૂપાલાએ નવા કૃષિ વિધેયકને લઈને જણાવ્યું હતું કે ખેડૂતો ગુમરાહ નથી થયા પણ ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. મગફળી ખરીદીને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવે તે માટે મોહન કુંડારીયાએ રજુઆત કરી છે. આ સાથે જ જણાવ્યું હતું કે કૃષિ બીલને લઈને ખેડૂતો જમીન વિહોણા થશે તે વાત ખોટી છે. પણ કરારથી ખેડૂતો અને કંપનીને ફાયદો થશે.

ઉત્પાદનને લગતી વસ્તુના વેચાણ બાબતે કરાર થશે
રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કૃષિ બીલને લઈને ખેડૂતો જમીન વિહોણા થશે તેવી વાતો ફેલાઈ છે, પણ તે વાત ખોટી છે. જે કરારની વાત છે તેમાં ખેડૂતો અને કંપની કરાર કરશે. તેમાં જમીનનો કોઈ ઉલ્લેખન નથી, માત્ર ઉત્પાદનને લગતી વસ્તુના વેચાણ બાબતે કરાર થશે. 80 ટકા નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતોને ભેગા કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાણ કરી શકાય. આંતરરાષ્ટ્રીય વેપારીઓને જે વસ્તુઓની જરૂર હોય તે ખેડૂતો સાથે કરાર કરે તો બંનેને ફાયદો થશે.

ભારે વરસાદના કારણે મગફળીના વજનમાં ઘટાડો
મગફળી મુદ્દે રૂપાલાએ જણાવ્યું હતું કે મગફળીની ખરીદીને લઈને નિયમોમાં ફેરાફર કરવામાં આવશે. ભારે વરસાદના કારણે મગફળીના વજનમાં ઘડાટો થયો છે. ગયા વર્ષે ટેકાના ભાવે ખરીદી માટે બારદાનમાં 30 કિલો વજનનો નિયમ હતો. આ વર્ષે મગફળીના બારદાનમાં 25 કિલોનો નિયમ સરકાર કરે તે માટે રજુઆત કરાશે. વરસાદની બીકે મગફળી કાચી હોવા છતાં ખેડૂતોએ મગફળી ઉપાડી લીધી છે. જેના કારણે વજનમાં ઘટાડો થયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને રાહત આપવામાં આવે તે માટે મોહન કુંડારિયાએ રજુઆત કરી છે. જેથી પરશોત્તમ રૂપાલા વજન બાબતે રાહત આપવા માટે રજુઆત કરશે. મોહન કુંડારિયાએ કહ્યું હું પણ ખેડૂતોને રાહત આપવા માટે રજુઆત કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here