ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીએ આજે કહ્યું હતું કે કમલનાથને ઉથલાવવામાં નરેન્દ્ર મોદીનો મોટો રોલ હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ વિજયી થયા પછી કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. એમની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ છેડો ફાડયો અને ભાજપમાં જોડાયા હતા. કમલનાથની સરકારનું પતન કર્યા પછી હવે શિવરાજસિંહ મુખ્યમંત્રી છે.

વિજયવર્ગીયએ ખોલી નાખી પોલ

આ સમગ્ર ઓપરેશન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયું હોવાના વટાણા આજે વિજયવર્ગીયએ વેરી નાખ્યા હતા.  ઈન્દોર ખાતેની પાર્ટીની એક બેઠકમાં તેમણે કહ્યું હતું કે તમે કોઈને કહેતા નહીં, હું ગુપ્ત માહિતી રજૂ કરી રહ્યો છું.

કમલનાથ સરકાર પાડવા હતો ‘સાહેબ’નો મોટો હાથ

એમણે કહ્યુ હતુ કે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધર્મેન્દ્ર પ્રધાનની નહીં, નરેન્દ્ર મોદીની હતી. અગાઉ શિવરાજ સિંહ ચૌહાણ પણ એક ખાનગી મીટિંગમાં બોલ્યા હતા કે કમલનાથની સરકાર ખેડવવાનું આયોજન અમારૂ ન હતુ, એ કામગીરી કેન્દ્રમાંથી થઈ હતી. આ વિધાન પછી ભાજપે ખુલાસો કર્યો હતો કે વિજયવર્ગીય તો મજાક કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here