દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે મોટી રાહત આપી છે. સાગરદાણ કૌભાંડમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મંજૂરી આપી છે. જેથી વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે.
વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે
દૂધ સાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા વિપુલ ચૌધરીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અરજી પર શુક્રવારે સેશન્સ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. ગત રોજ કોર્ટમાં વિપુલ ચૌધરીએ ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની માંગ કરતી અરજી પર મહત્વની સુનાવણી થઈ હતી.
ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની માંગ કરતી અરજી પર મહત્વની સુનાવણી

વિપુલ ચૌધરીના વકીલે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પૂરતા બંદોબસ્ત સાથે મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. કસ્ટડીની અંદર જ એફીડેવીટ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપો તેવી પણ વિપુલ ચૌધરીના વકીલે માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કોર્ટે સરકારી વકીલ અને વિપુલ ચૌધરીના વકીલની દલીલો અને રજૂઆત સાંભળ્યા બાદ ચૂકાદો આપ્યો હતો.