કોરોના કાળમાં બેરોજગાર થયેલા લોકોને આત્મનિર્ભર બનાવવા અને તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર ખાસ યોજના લઇને આવી છે. તેનું નામ મુદ્રા યોજના છે. તેમાં બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી ગેરેન્ટી વિના 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. તેમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઇ છે. તેનાથી તેઓ ઘરે બેઠા કમાણી કરી શકે છે. તેનાથી તે આત્મનિર્ભર બનશે. યોજના અંતર્ગત લોન 3 કેટેગરીમાં આપવામાં આવશે. તેમાં શિશુ લોન અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે કિશોર કેટેગરી અંતર્ગત તમને 50,000થી લઇને 5 લાખ રૂપિયા અને તરૂણ કેટેગરીમાં 5 લાખથી 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો કઇ જરૂરી વાતોનું ધ્યાન રાખવુ પડશે ચાલો તમને જણાવીએ.

મુદ્રા યોજનાના ફાયદા

આ યોજના અંતર્ગત ગેરેન્ટી વિના લોન મળે છે. આ ઉપરાંત લોન માટે કોઇ પ્રોસેસિંગ ચાર્જ પણ ચુકવવો નહી પડે. તેનાથી અરજદારને સરળતા રહેશે. આ ઉપરાંત બિઝનેસ સ્થાપિત કરવામાં અરજદારને પૂરતો સમય મળી શકે તેના માટે લોન ચુકવવાનો સમયગાળો 5 વર્ષ સુધી વધારવાની સુવિધા પણ મળે છે. લોન લેવા પર બેન્ક તરફથી લાભાર્થીને એક મુદ્રા કાર્ડ આપવામાં આવે છે. જેના દ્વારા તમે જરૂરિયાત અનુસાર ખર્ચ કરી શકો છો.

યોજના સાથે સંબંધિત ખાસ વાતો

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કોઇ નિશ્વિત વ્યાજ દર નથી. તે અલગ-અલગ બેન્કો પર આધારિત છે. આ ઉપરાંત બિઝનેસની પ્રકૃતિ અને તેની સાથે જોડાયેલા જોખમના આધારે પણ  વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાજ દર 12 ટકા છે.

મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓને લોન લેવામાં સરળતા રહેશે કારણ કે તેમને સ્કીમમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત આ લોન બિઝનેસના વિસ્તાર માટે પણ લઇ શકાય છે.

લોન લેવા માટે અરજી કરવા પર અરજદારે બિઝનેસ પ્લાન, પ્રોજેક્ટ રિપોર્ટ, ભવિષ્યની આવકના અંદાજ સંબંધિત દસ્તાવેજ રજૂ કરવા પડશે. જેથી સરકારને તમારા બિઝનેસ વિશે જાણકારી મળશે.

મુદ્રા યોજનામાંથી લોન કેવી રીતે મેળવી શકાય?

1. લોન એપ્લિકેશન ફોર્મ સત્તાવાર વેબસાઇટ mudra.org.in  પરથી ડાઉનલોડ કરો

2. ત્રણ પ્રકારની લોનમાંથી જે લોન લેવાની છે તેનું ફોર્મ ડાઉનલોડ કરવાનુ છે.

3. આ પછી, લોન એપ્લિકેશન ફોર્મની બધી માહિતી ભરો.

4. આ ફોર્મમાં, તમારે વ્યવસાય શરૂ કરવાની જગ્યા વિશે પણ માહિતી આપવી પડશે.

5. જો તમે અનામત ક્વોટાના છો, તો જાતિનું પ્રમાણપત્ર પણ સબમિટ કરવું પડશે.

6. ફોર્મમાં પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ પણ જોઇશે.

7. બેંક પર જાઓ અને બધા દસ્તાવેજો સબમિટ કરો.

8. બેંકના શાખા મેનેજર તમારા વ્યવસાય વિશેની માહિતી લઈ શકે છે અને તે બાદ તમારી લોનને મંજૂરી આપશે.

9. લોન મંજૂર થયા પછી, તમને થોડા દિવસોમાં મુદ્રા ડેબિટ કાર્ડ મળશે.

10. તમારી લોનની રકમ આ કાર્ડમાં જમા કરવામાં આવશે. જેનો ઉપયોગ તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો.

લોન

મુદ્રા લોનનો વ્યાજ દર કેટલો છે?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, સરકાર ગેરંટી વિના લોન આપે છે. આ માટે કોઈ પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવતી નથી. આ હેઠળ લેવામાં આવતી લોન પરના વ્યાજના દર અલગ અલગ હોય છે. તે ધંધા પર આધારીત છે. સામાન્ય રીતે લઘુત્તમ વ્યાજ દર લગભગ 12% છે.

ક્યાંથી મળશે લોન?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ કોઈપણ સરકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંક, ખાનગી બેંક અથવા વિદેશી બેંકો પાસેથી લોન લઈ શકાય છે. આરબીઆઈએ મુદ્રા લોનનું વિતરણ કરવા માટે 27 સરકારી બેંકો, 17 ખાનગી બેંકો, 31 ગ્રામીણ બેંકો, 4 સહકારી બેંકો, 36 માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને 25 નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) ને સત્તા આપી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશેની વધુ માહિતી માટે, સંપૂર્ણ વિગતો સત્તાવાર વેબસાઇટ mudra.org.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here