દુબઇ (Dubai) માં રહેવાસી 38 વર્ષના એક ભારતીય વ્યક્તિની માતાનું નિધન થવા પર કંપનીએ તેને ભારત (India) મોકલવાની ના પાડી દીધી. ત્યારબાદ વ્યક્તિએ પોતાના સહકર્મી પર ચાકુથી 11 વખત હુમલો કર્યો. મીડિયામાં પ્રકાશિત એક સમાચારમાં આ માહિતી સામે આવી. ગલ્ફ ન્યૂઝના સમાચાર મુજબ 22 વર્ષનો પીડિત વ્યક્તિ પણ બિનનિવાસી ભારતીય (Non-Resident Indian) છે અને તેણે આ વર્ષે ઑગસ્ટમાં પોતાના કર્મચારીઓને કહ્યું હતું કે તેમની કંપની 22 કર્મચારીઓને ભારત મોકલશે.

મળતી માહિતી પ્રમાણે પીડિતે કહ્યું કે આરોપી એ જાણવા માંગતો હતો કે ભારત મોકલનાર લોકોની યાદીમાં તેનું નામ કેમ નથી. તેને મને કહ્યું કે તેમની માતા બહુ બીમાર છે અને તેને ઘરે જવાની જરૂર છે. મેં તેને કહ્યું કે તેના પર હું નિર્ણય લઇ શકું નહીં. આ સમાચારમાં નિર્માણ કંપની, પીડિત અને આરોપીનું નામ ઉજાગર કર્યું નથી. બીજા દિવસે પીડિતે કહ્યું કે તેની માતાનું મોત થઇ ગયું છે.

પીડિત એ એમ પણ કહ્યું કે તે ગુસ્સામાં હતો અને પોતાના રૂમમાં જતો રહ્યો. થોડીક મિનિટ બાદ ચાકુ લઇને આવ્યો અને તેને મારા પેટ અને છાતી પર 11 વખત ઘા માર્યા. તે દારૂના નશામાં હતો. આરોપી દુબઇ પોલીસની કસ્ટડીમાં છે. તેના પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયો છે. કોર્ટમાં આ કેસની આગળની સુનવણી 10 જાન્યુઆરી 2021ના રોજ થશે. પીડિત હોસ્પિટલમાં છે અને ખતરાથી બહાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here