આજનો દિવસ ખાસ છે. આજે અટલજીનું સપનું જ પુરું થયું છે એમ નથી. હિમાલચ પ્રદેશના કરોડો લોકોનું સપનું પણ પુરું થયું છે. અટલ ટનલનું લોકાર્પણ મારું સદભાગ્ય છે. અહીંનું સંગઠનનું કામ હું કરતો હતો. જ્યારે અટલજી મનાલી આવતા ત્યારે તેમની સાથે બેસવાની અને સાથે ચા પીતા. આ વાતનું સુચન અટલજી માટે સંકલ્પ અને સપનું બની ગયું. 


હિમાચલના લોકો એક દાયકાથી ટનલની રાહ જોઈ રહ્યા હતા. હવે હિમાચલના લોકો દિલ્હી સુધીના વિસ્તારો સાથે જોડાયેલા રહેશે. વેપારીઓ અને ખેડૂતોને અટલ ટનલથી લાભ થશે. આ ટનલથી બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ લાભ થશે. 

તેમણે ટનલના નિર્માણ અંગે કહ્યું હતું કે આ ટનલ બનવામાં અનુમાન કરતાં ત્રણ ગણો ખર્ચ થયો કારણ કે કનેકટીવીટીનો અભાવ હતો. કનેક્ટીવીટી ખૂબ જરૂરી છે. જો આ પ્રોજેક્ટને પુર્ણ કરવામાં વધુ સમય લાગ્યો હોત તો ખર્ચ હજુ પણ વધી જાય પરંતુ ટનલના કામ સાથે જોડાયેલા લોકોની ઈચ્છા શક્તિથી આજે આ ટનલનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. 
 

અટલ ટનલ લગભગ 10 હજાર ફુટની ઊંચાઈએ બનેલી છે અને તે દુનિયાની સૌથી લાંબી ટનલ છે. જેની લંબાઈ 9.2 કિમી છે તેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો છે. હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે  લેહ-મનાલી હાઈવે પર તેને બનાવાઈ છે. તેનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી થઈ જશે અને ચાર કલાકનો સમય બચી થશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here