પશ્વિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું ધરી દીધું હતું.

મમતાને ફટકો
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને થોડા દિવસમાં જ ત્રીજો ફટકો પડયો છે. પક્ષના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી અને બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધ્યક્ષ દિપ્તાંગશુ ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી હતી.
ટીએમસીના વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામુ
એની ગણતરીની કલાકોમાં જ પાર્ટીમાંથી વધુ એક વિકેટ ખડી ગઈ હતી. ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જિતેન્દ્ર તિવારીએ આરોપ લગાવ્યો હતો કે તેણે પાર્ટીના સભ્યપદેથી જેવું રાજીનામું આપ્યું કે તરત જ કેટલાક લોકોએ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી.
ત્રણ ધારાસભ્યોએ આપ્યું રાજીનામુ
જિતેન્દ્ર તિવારી ધારાસભ્ય ઉપરાંત પશ્વિમ બદ્ધમાન જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેમણે બંને પદેથી રાજીનામું આપી દીધું છે. એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે આગામી ૧૯થી અને ૨૦મી અમિત શાહની હાજરીમાં ઘણાં ટીએમસી નેતા ભાજપમાં જોડાશે.