સાસણ નજીકના જંગલમાં સિંહણ અને દીપડો સામસામે આવી ગયા હતા. સિંહણને જોઇ ભયભીત દીપડો દોડ લગાવીને ઝાડ પર ચડી ગયો હતો. બાદમાં સિંહણ થોડે દૂર જતા દીપડો નીચે ઊતરીને ભાગ્યો હતો. ૧૪૧૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જૈવિક વિવિધતા અદભુત છે. તેમાં 39 જાતના સસ્તન પ્રાણીઓ, 300થી વધુ પક્ષીઓનાં આવાસ, ૫૫૦થી વધુ જાતની વનસ્પતિઓ તેમજ 32 સરીસૃપો ઉપરાંત હજારો કીટકોનો સમાવેશ થાય છે. વન્ય પ્રાણીઓ વચ્ચે દરરોજ અનેક દુર્લભ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તે ભાગ્યે જ લોકો સમક્ષ આવે છે.

રસ્તા આડે દીપડો આવવાથી તે ઉશ્કેરાઇ સિંહણ

તાજેતરમાં સાસણ નજીકના જંગલ વિસ્તારમાં વિહરતી એક સિંહણ સામે દીપડો આવી ચડયો હતો. સિંહણના રસ્તા આડે દીપડો આવવાથી તે ઉશ્કેરાઇ ગઇ હતી. જેથી સિંહણને ગુસ્સે થઈ ગયેલી જોઈને દીપડો જીવ બચાવવા માટે નજીકમાં આવેલા ઝાડ ઉપર ચડી ગયો હતો. સિંહણ પણ જાણે તેને સબક શીખવવા માંગતા હોય એમ ઝાડ નીચે ઊભા રહીને દીપડાના નીચે આવવાની રાહ જોવા લાગી હતી.

અંતે થોડો સમય બાદ સિંહણ ત્યાંથી થોડે દુર જતા જ મોકો જોઈને દીપડો નીચે ઊતરીને ભાગ્યો હતો. જેની ખબર પડતા સિંહણ પણ પાછળ દોડી હતી. જોકે દીપડો હાથ લાગ્યો નહોતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેના વીડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here