રાજ્યભરમાં આજે પણ કોલ્ડવેવની અસર જોવા મળી. ઉત્તરીય બર્ફિલા પવનને કારણે અમદાવાદ સહિત રાજયભરમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. નલિયામાં ગુરૂવારે સીઝનનુ સૌથી ઓછુ ર.પ ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યુ છે. તો અમદાવાદમાં પણ શીત પવનને કારણે લોકો ઠૂંઠવાયા હતા. રાજ્યમાં હજી કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી લઘુતમ તાપમાન ૨થી ૪ ડીગ્રી નીચું જશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આગળ વધતા વાદળો બંધાયા જેથી રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. રાજ્યમાં ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે.