ગુજરાતના પ્રિન્સિપલ ચીફ ઈન્કમટેક્સ કમિશનર (Pr.CCIT) અમિત જૈને, ઈન્કમટેક્સ વિભાગમાં કરવેરા અંગેના વિવાદોમાં ઘટાડો કરવા, કરદાતાઓને કર વિવાદોમાં છૂટકારો અપાવવાની સાથે સાથે સરકારની આવકમાં વધારો કરવાની નેમ સાથે અમલમાં મૂકાયેલી ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ’ (VSVS)નો લાભ લેવાનો કરદાતાઓને અનુરોધ કર્યો છે.

GCCI ખાતે યોજાયેલા સેમિનારમાં સંબોધતાં અમિત જૈને કહ્યું કે, ગુજરાતમાં લગભગ ૫૧,૬૮૬ હજારથી વધુ અપીલો પેન્ડિંગ છે અને  કાનૂની વિવાદમાં અંદાજે રૂ. ૭૮,૭૮૫ કરોડની રકમ સલવાઈ છે. VSVS  સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં ૬,૧૯૬ ડેક્લેરેશન આવ્યા છે  અને રૂ. ૯૬૨.૭ કરોડ રકમ આવી છે.

ગુજરાતમાં આ સ્કીમ હેઠળ ૧૦ ટકા  કરદાતાઓએ આ સ્કીમનો લાભ લીધો છે. તેમણે કહ્યું કે, આ સ્કીમની મુદતમાં વધારો થવાની શક્યતા નહિવત છે.  આ સ્કીમ હેઠળ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં અરજી કરવાની રહેશે અને કરદાતાઓએ ટેકસની રકમ તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં ભરવાની રહેશે.

ચાલુ નાણાંકીય વર્ષ માટે ગુજરાતને રૂ. ૬૫,૨૩૫ કરોડનો લક્ષ્યાંક આપ્યો છે અને અત્યાર સુધીમાં રૂ. ૩૬,૫૧૬ કરોડની વસૂલાત થઈ છે. કોવિડ-૧૯ના પગલે રૂ. ૯,૦૦૦ કરોડનું રીફંડ ચૂકવાયા પછીરૂ. ૨૭,૫૧૬ કરોડની આવક થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here