કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના બે દિવસના પ્રવાસે કલકત્તા પહોંચ્યા છે. બંગાળમાં રાજકીય ઘમાસાણ વચ્ચે અમિત શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસથી અમિત શાહ જ્યાં જનતા સાથે સંવાદ કરશે ત્યાં ટીએમસીના અસંતુષ્ટ અનેક નેતાઓ બીજેપી સાથે જોડાયા હોવાની ખબર છે. તેમાં પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શુભેંદુ અધિકારીનુ નામ પણ સામેલ છે.

અમિત

મિદનાપુરમાં લાગ્યા ‘અમિત શાહ ગો બેક’ના પોસ્ટર

પશ્વિમ બંગાળના મિદનાપુરમાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા તે પહેલા અનેક જગ્યાએ ‘અમિત શાહ ગો બેક’ના પોસ્ટર લાગ્યા છે. મિદનાપુરમાં આજે અમિત શાહના અનેક કાર્યક્રમો છે. પશ્વિમિ મિદનાપુરમાં આજે અમિત શાહ સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોસને શ્રદ્ધાંજલિ પાઠવશે. આ ઉપરાંત તેઓ મહામાયા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. અમિત શાહ બપોરે બેલીપુરી ગામમાં એક ખેડૂતના ઘરે ભોજન કરશે. તે બાદ તેઓ મિદનાપુરના કોલેજ ગ્રાઉન્ડમાં રેલી કરશે.

સ્પીકરે નામંજૂર કર્યુ સુભેંદુ અધિકારીનું રાજીનામું

પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમાન બેનર્જીએ ટીએમસીના ધારાસભ્ય સુભેન્દુ અધિકારીનું રાજીનામું નામંજૂર કર્યું છે. તેમણે કહ્યું કે સુભેન્દુ અધિકારીએ વ્યક્તિગત રીતે રાજીનામું સુપરત કર્યું નથી, ઉપરાંત તેઓ જાણતા નથી કે તેમનું રાજીનામું ‘સ્વૈચ્છિક અને વાસ્તવિક’ છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે તેમણે ટીએમસી ધારાસભ્યને 21 ડિસેમ્બરે તેમના ચેમ્બરમાં હાજર રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમને ખાતરી ન થાય કે આ રાજીનામું ‘સ્વૈચ્છિક અને વાસ્તવિક’ નથી, ત્યાં સુધી બંધારણની જોગવાઈઓ મુજબ તેમનું રાજીનામું સ્વીકારી શકાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here