કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાંથી વધુને વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના ખેડૂતો આંદોલન સ્થળે રોજેરોજ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શનનો હિસ્સો બની રહ્યા છે . દિલ્હી બોર્ડર પર ગુજરાતના ખેડૂતોએ બીરબલની ખીચડી કાર્યક્રમ યોજી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતમાંથી 500થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચ્યા

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી બોર્ડર પર છેલ્લા 20 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનમાં ભાગ લેવા માટે અત્યાર સુધી ગુજરાતમાંથી 500થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યા છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી 90થી વધુ ખેડૂતો દિલ્લી બોર્ડર પહોંચ્યા છે.

જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર રેવાડી પાસે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ખેડૂતોએ અડિંગા જમાવ્યાં છે જેના કારણે હાઇવે પર 40 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. પાંચ હજાર કરતા વધુ ટ્રેક્ટરો ને ઘરમાં જ પરિવતત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની વાટાઘાટો બાદ પણ ખેડૂતો કોઈ વાત માનવા તૈયાર નથી તેમની બસ એક જ જીદ છે કે, કૃષિ કાયદો રદ થવો જોઇએ.

ખેડૂતો

બીરબલ ની ખીચડી કાર્યક્રમ યોજી કૃષિ કાયદાનો વિરોધ

ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે તેઓ જે રોજ બેઠક યોજે છે અને વિરોધ પ્રદર્શન કરવા માટેની રણનીતિ કરે છે આજે બીરબલ ની ખીચડી કાર્યક્રમ યોજી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી ગુજરાતી ખેડૂતોએ એવો સંદેશ આપ્યો કે, કૃષિ કાયદાથી ખેડૂતોને કોઈ લાભ થવાનો નથી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગરબા રમી ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આવતીકાલે પણ ગુજરાતના ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ નોંધાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here