શિયાળામાં સામાન્ય રીતે સાઇનસની સમસ્યા વધી જાય છે અને આ ખૂબ જ પરેશાન કરનારી સમસ્યા હોય છે. મોટાભાગના લોકોને શરદી અને એલર્જીથી સાઇનસ થઇ જાય છે. દવાઓ ઉપરાંત કેટલાક યોગાસન મારફતે પણ તેને દૂર કરી શકાય છે. જાણો, આ આસાન ફેસ યોગ વિશે…

બ્રીધિંગ એક્સરસાઇઝ :

સાઇનસની સમસ્યામાં બ્રીધિંગ એક્સરસાઇઝ સૌથી અસરકારક હોય છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. તેના માટે શ્વાસમાં અંદર તરફ ખેંચો અને બહારની તરફ છોડો. આ એક્સરસાઇઝ 5 વખત ધીમે-ધીમે કરો.

નાકની એક્સરસાઇઝ :

તેના માટે નાકને ઉપરથી દબાવીને શ્વાસ લો અને ધીમે-ધીમે છોડો. સાઇનસની સમસ્યામાં આ એક્સરસાઇઝ ખૂબ અસરકારક છે. તેની અસર તમને 6 દિવસમાં જ જોવા મળશે.

ફિંગર પ્રેસિંગ પોઝ :

તેના માટે પોતાના હાથની વચ્ચેની આંગળીઓથી નાકના કિનારાની ત્વચાને દબાઓ. આ અવસ્થામાં 2 મિનિટ સુધી રાખો. તેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here