ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 36 રન બનાવી શકી. ભારતીય બેટ્સમેન મોહમ્મદ શમી ફાસ્ટ બોલર પેટ કમિંસના બોલ પર ઘાયલ થઇ ગયો અને તે રિટાયર્ડ હર્ટ થઇ ગયો. ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 90 રનનો ટાર્ગેટ મુક્યો છે.

ટીમ ઇન્ડિયાનું ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન

પહેલી ઇનિંગ્સના આધાર પર સારી લીડ પ્રાપ્ત કરનાર ટીમ ઇન્ડિયા ઇચ્છતી હતી કે એક મોટો સ્કોર ઉભો કરી ઓસ્ટ્રેલિયા માટે બધા દરવાજા બંધ કરી દીધા. જ્યારે ત્રીજા દિવસે રમત શરૂ થઈ ત્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની જોડીએ મોરચો સંભાળી લીધો. એક પછી એક વિકેટ પડી ગઈ અને આ સિલસિલો ચાલુ રહ્યો. ભારતીય બેટ્સમેનો હેઝલવુડ અને કમિન્સ બોલ સામે ધરાશાયી થતા ગયા.

ટીમ ઇન્ડિયા ટેસ્ટ ઇતિહાસમાં પોતાના સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો. અત્યાર સુધીમાં ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 42 રનનો રહ્યો છે. જે ઇંગ્લેન્ડની સામે જૂન 1974માં બન્યો હતો. ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ટીમ ઇન્ડિયા સૌથી સસ્તામાં 1947મા આઉટ થઇ હતી ત્યારે 58 સ્કોર પર આખી ટીમ પેવેલિયનમાં જતી રહી હતી.

હેઝલવુડ અને કમિંસનો દબદબો

ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યુ છે. તેની પહેલા 56 વર્ષ અગાઉ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ફક્ત 42 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પાંચ અને કમિંસે ચાર વિકેટ ખેરવી.ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ એ કમાલ કરતા ભારતને દિવસની પહેલી જ ઓવરમાં બે ઝાટકા આપ્યા હતા. તેણે પહેલાં બોલ પર મયંક અગ્રવાલ (9) ને પેવેલિયન મોકલ્યો, ત્યારબાદ રહાણે (0) પેનના હાથે કેચ આઉટ થઇ ગયો. ત્યારબાદ વિરાટ કોહલી (4)ને કમિન્સે ગ્રીનના હાથે કેચ કરાવી દીધો, આથી ભારતનો સ્કોર 8 વિકેટે 26 રન રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here