કોરોના મહામારી વચ્ચે પસાર થયેલું 2020નું વર્ષ હવે વિદાય લેવાને આરે છે. 2020ની સારી-નરસી યાદોને સમેટીને નવા ઉત્સાહ, ઉમંગ સાથે 2021નું વર્ષ શરૃ થાય એવો આશાવાદ શહેરીજનો રાખી રહ્યા છે. જોકે, 2020ના વર્ષની વિદાયના 10 દિવસ પહેલા ખગોળ વિજ્ઞાનમાં, તારામંડળમાં, બ્રહ્માંડમાં એક રોચક અને દુર્લભ ગણી શકાય એવી ઘટના બનશે.

જે અંતર્ગત 21 ડિસેમ્બરના સોમવારે વર્ષની સૌથી લાંબી રાત્રિ હોવાની સાથે જ ગુરુ અને શનિ Jupiter and Saturn ગ્રહ એકબીજાની સૌથી નજીક રહેશે. તારામંડળમાં 397 વર્ષ પછી થનારી ‘ધ ગ્રેટ કંજંક્શન’ની ‘Great Conjunction’ આ ઘટના ટેલિસ્કોપ થકી એક જ લેન્સમાં જોઈ શકાશે.

સુરતમાં ખગોળ વિજ્ઞાન સાથે સંકળાયેલા તજજ્ઞોના જણાવ્યા મુજબ, 21 ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રિ રહેશે. તે સાથે જ આખું વિશ્વ સદીઓમાં એક એવું ગુરુ અને શનિનું કજંક્શન એટલે કે જોડાણ નિહાળશે. આ ઘટનાને વિશ્વભરમાં ‘ધ ગ્રેટ કજંક્શન’, ‘ધ ક્રિસમસ સ્ટાર’ કે પછી ‘ધ સ્ટાર ઓફ બેથ્લેહામ’ તરીકે ઓળખવામાં આવે છે.

21 ડિસેમ્બરના સોમવારે સાંજે 6.30થી 7.30 વાગ્યાનો સમય ખગોળશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રના ઉત્સાહિતો માટે એક ઐતિહાસિક અને દુર્લભ ઘટના લઇને આવશે. આ સમયગાળા દરમિયાન ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક આવશે. માનવ ઇતિહાસમાં લગભગ પહેલીવાર આટલા નજીકના જોડાણની ઘટના બનશે. આ ઘટનાને ટેલિસ્કોપ થકી એક જ લેન્સમાં જોઇ શકાશે.about:blankabout:blankabout:blank

ખગોળશાસ્ત્રમાં કંજંક્શન એટલે કે જોડાણ એ એવી ખગોળીય ઘટના astronomical event છે, જેમાં પૃથ્વીના સાપેક્ષો બે કે વધુ ખગોળીય વસ્તુ (જેમ કે ચંદ્ર, ગ્રહો વગેરે) એકબીજાની નજીક આવે છે. આ ખગોળીય વસ્તુઓ ભૌતિક રીતે એકબીજાથી નજીક ભલે ન આવે પણ પૃથ્વી પરથી જોનારી વ્યક્તિ માટે તેઓ નજીક હોય છે. આખા વર્ષ દરમિયાન ચંદ્ર બીજા ગ્રહો અને તારાઓ નજીક થાય છે. આ ઘટનાઓને પણ કજંક્શન કહેવાય છે પરંતુ આ રીતે બે ગ્રહોનું એકબીજા નજીક આવવું એ ઘણી દુર્લભ ઘટના કહી શકાય.

આ પહેલા 1226 અને 1633ની સાલમાં ગુરુ-શનિનો દુર્લભ મેળાપ થયો હતો
ખગોળશાસ્ત્રના astronomical event તજજ્ઞોએ ઉમેર્યું હતું કે, 21 ડિસેમ્બરના રોજ થનારું કંજંક્શન દર 20 વર્ષે થાય છે. છેલ્લું કંજંક્શન 2000ની સાલમાં થયું હતું પરંતુ તેમાં ગુરુ અને શનિનું અંતર અલગ હતું. 21 ડિસેમ્બરે થનારું ગ્રેટ કંજંક્શન વર્ષ 1633 એટલે કે 397 વર્ષ પછીનું સૌથી નજીકનું કંજંક્શન છે.

જ્યારે 1226 એટલે કે 794 વર્ષ પછીનું જોઈ શકાય એવું સૌથી નજીકનું કંજંક્શન છે. 1623ની સાલમાં પણ આ પ્રકારનું કંજંક્શન થયું હતું પરંતુ તે જોઈ શકાયું ન હતું. આમ, સામાન્ય પણે દર વર્ષે 21 ડિસેમ્બરની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ કહેવાય છે પરંતુ તે સાથે ચાલુ વર્ષે ગુરુ અને શનિ ગ્રહનો દુર્લભ મેળાપ થવાનો હોય ખગોળશાસ્ત્રીઓમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here