રાજ્યમાં બિનહથિયારધારી આસિસ્ટન્ટ સબઇન્સ્પેક્ટર (ASI)ને પીએસઆઈ ( મોડ-૩) તરીકે બઢતી આપવા માટે ૨૧ અને ૨૨ ડિસેમ્બરે ફિઝિકલ પરીક્ષા લેવાનારી છે. ત્યારે હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો છે કે, અરજદાર ૫૪૦ ASIને આ ફિઝિકલ પરીક્ષા આપવા દેવામાં આવે. સુનાવણી બાદ, હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ૦૫ જાન્યુઆરીએ હાથ ધરાશે.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે પોલીસ વિભાગમાં પીએસઆઈ માટેની ખાતાકીય બઢતી પરીક્ષા માટે ૨૬ જૂને પરિપત્ર બહાર પડયો હતો. આ માટે સૌ પ્રથમ પહેલી ડિસેમ્બરે પરીક્ષા લેવાનાર હતી અને તે સમયે દરેક જિલ્લા મથકે ઉમેદવારોને હાજર રહેવા જાણ કરાઈ હતી.

જો કે, આ પરીક્ષા મોકૂફ રહી હતી અને ૨૧ અને ૨૨ ડિસેમ્બરની તારીખ નિયત કરાઈ હતી. આ ગાળા દરમિયાન, જિલ્લા મથકે સંબંધિત ઉમેદવારોને હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. જો કે, સરકાર દ્વારા આ પરીક્ષા માટે જાહેર કરાયેલી અંતિમ યાદીમાંથી અનેક ASIના નામ બાકાત કરાયા હતા. શા માટે આ નિર્ણય લેવાયો છે, તેની કોઈ જાણકારી ASIને આપવામાં આવી નથી અને તેમને રજૂઆતની તક પણ અપાઈ નથી.

અરજદારના એડવોકેટ મૌલિન પંડયાએ પણ રજૂઆત કરી હતી કે, વર્ષ ૨૦૧૬-૧૭માં તમામ અરજદારોએ ફિક્સ પગારમાં ASI તરીકે નોકરી મેળવેલી છે, બઢતી માટે મળતા તમામ લાભ મળવાપાત્ર છે. PSIની પરીક્ષાના રૂલ મુજબ જે પ્રથમ પરીક્ષા પાસ કરે તે સિનિયર ગણાય. હવે જો અરજદાર આ પરીક્ષા આપી ન શકે અને તેમના જુનિયર પરીક્ષા આપીને પાસ થાય તો, તે તેમના સિનિયર બનશે. અરજદારો લાયકાત પણ ધરાવે છે.

અરજદારની માગ  

  • સરકારે જાહેર કરેલી યાદી રદ કરો
  • નવી યાદી બહાર પાડો અને તમામ અરજદારોના નામ ઉમેરી
  • ફિઝિકલ પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here