કોરોનાવાયરસને કારણે દેશદુનિયામાં ઉભી થયેલ આરોગ્ય લક્ષી પરિસ્થિતિમાં તબીબી સેવાઓ સૌથી મહત્વની અને પાયાની બાબત બની ગઈ છે. ત્યારે, વિચાર કરો કે તમારા વિસ્તારની આરોગ્ય સેવાઓ જ કથળી ગઈ હોય તો તમે કોના ભરોશે રહેશો?
આરોગ્ય કેન્દ્રની અવદશા
કોરોના કાળમાં કુતિયાણાનું આરોગ્ય કેન્દ્ર જાણે રામભરોસે હોય તેવી સ્થિતી છે કેમકે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં તબીબની અનિયમિતતા છે. ડોકટર સવારના ૯ વાગ્યા ને બદલે બપોરના ૧ર વાગ્યે આવે છે. તેમાં પણ ડોકટર માત્ર એક કલાક જ હાજર રહેતા હોવાના કારણે દર્દીને હાલાકી ભોગવવી પડે છે.
દર્દીઓને પડી રહી છે હાલાકી
તો તાલુકાનાં ૪૮ ગામોના લોકો હોસ્પીટલમાં સારવાર લેવા માટે આવે છે. ત્યારે શુક્રવારે તબીબ હાજર નહીં રહેતા ર્દદીઓ રજળી પડયા હતા. ત્યારે તબીબની અનિયમિતતા અંગે ફરીયાદ કરવા છતા પગલા નથી લેવાઇ રહ્યા.