દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 24મો દિવસ છે.તો બીજી તરફ આંદોલનને ઉગ્ર બનાવવા માટે સિંધુ બોર્ડર પર ઠંડીથી બચવા માટે ખેડૂતો તંબુ બનાવી રહ્યા છે. કડકડતી ઠંડીમાં ટ્રેક્ટરની નીચે રસ્તા પર રાત વિતાવતા ખેડુતોએ કહ્યું કે આજે નહીં તો કાલે તડકો નીકળશે.

ખેડૂત

દિલ્હીની સડકો પર ખેડૂતોની છાવણી

છેલ્લા ઘણા દિવસોથી નવો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીના માર્ગો પર છાવણી કરી રહ્યા છે.દિલ્હીના એક યુવાને અહી પચાસ મોટા ગેસ સંચાલિત હીટર સ્થાપિત કર્યા છે.જેથી ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે. વહેલી સવારે સિંઘુ બોર્ડર પર કિશાનો દ્વ્રારા વાહે ગુરુના પાઠ શરૂ થાય છે. અને ધૂનની પણ શરૂઆત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here