ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા સીઆર પાટીલ ફરી એકવાર ગુજરાતના જુદા જુદા સ્થળે પ્રવાસ કરવાના છે. આવનાર સમયમાં આવી રહેલી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થયો ગયો છે. જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રવાસોનો દોર શરૂ કરવા જઈ રહ્યા છે.

સીઆર પાટીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ ફરી રાજ્યના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરશે. જેની શરૂઆત આજે વડોદરા પ્રવાસથીકરી.

પાટીલ આવ્યા સંસ્કારીનગરી વડોદરા

વડોદરામાં તેઓ જિલ્લા તેમજ શહેર સંગઠનના નવા હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. પાટિલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રવાસ સિવાય બાકી રહેલા જિલ્લાઓનો પ્રવાસ કરશે.

બરોડા પહોંચ્યા પાટીલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ફરીવાર રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાતે જઈ રહ્યા છે. ત્યારે આ વખતે તેમણે પોતાનો પ્રવાસ વડોદરાથી શરૂ કર્યો છે. સીઆર પાટીલ  પ્રમુખ બન્યા બાદ પહેલી વખત વડોદરા આવ્યા છે. તેઓ રેલ મારફતે વડોદરા આવ્યા. જ્યા તેમનું ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.

રેલવે સ્ટેશને કરાયું ભવ્ય સ્વાગત

વડોદરાની મુલાકાતે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.  જે બાદ રેલવે સ્ટેશનથી ભાજપના કાર્યલાય પર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં ભાજપન કાર્યકરો જોડાયા હતા.

કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના સ્વાગત માટે ભાજપના કાર્યકરો દ્વારા ભાજપ કાર્યાલયને ફૂલોથી શણગારવામાં આવ્યુ. તો મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા.  વડોદરામાં તેઓ જિલ્લા તેમજ શહેર સંગઠનના નવા હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here