હવે તમે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા LPG ગેસ સિલિન્ડરને 694ના બદલે માત્ર 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઑનલાઇન પેમેન્ટ કંપની Paytm ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઇને આવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરવા પર 500 રૂપિયાનુ કેશબેક આપી રહી છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે આ ઑફરનો લાભ લઇ શકો છો.

Paytm આપી રહ્યું છે કેશબેક

પ્રાપ્ત માહિતી અનુસાર Paytm પરથી LPG સિલિન્ડર બુક કરાવા પર તમને 500 રૂપિયાનુ કેશબેક મળી શકે છે. તેના માટે તમારે Paytm એપ ડાઉનલોડ કરવાની છે.

આ રીતે ઉઠાવો ઑફરનો લાભ

કેશબેકનો ફાયદો ઉઠાવા માટે સૌથી પહેલા Recharge & Pay Billsના ઓપ્શન પર જવાનું છે. હવે અહીં Book a cylinder પર ટેપ કરો. અહીં તમારે ગેસ સિલિન્ડરની વિગતો આપવાની છે. હવે પેમેન્ટ કરતાં પહેલા ઑફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.

પહેલીવાર LPG સિલિન્ડર બુક કરાવા પર મળશે ફાયદો

જણાવી દઇએ કે Paytm પરથી પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવા પર જ 500 રૂપિયાના કેશબેકનો ફાયદો મળી રહ્યો છે. તમારે ગેસ બુકિંગ માટે 694 રૂપિયાનું જ પેમેન્ટ કરવાનું છે. 500 રૂપિયાનું કેશબેક તમારા પેટીએમ એકાઉન્ટમાં જ પરત આવશે.

LPG ડિલિવરી માટે પેટીએમે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઑયલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે કરાર કર્યો છે. લોકો વચ્ચે પેમેન્ટ પ્રમોશન માટે જ કંપની આ નવી કેશબેક ઑફર લઇને આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here