ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ તુરંત સીઆર પાટીલે ગુજરાતના જુદા જુદા વિસ્તારોના પ્રવાસો શરૂ કર્યા હતા. જ્યાં સતત કોરોના ગાઇડલાઇનની અવગણના થતી જોવા મળી હતી. જેનું પરિણામ એ હતું કે તેઓ પોતે કોરોના સંક્રમિત થયા હતા. જોકે, કોરોનગ્રસ્ત થવા છતાં ભાજપ અધ્યક્ષને ભાન નથી પડ્યું કે કોરોના ગાઇડલાઇનનું પાલન થવું જરૂરી છે. ત્યારે ફરી એકવાર, વડોદરામાં પાટીલ પોતાના જુના પગલે જ ચાલતા જોવા મળ્યા છે.

પાટીલ

કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ ફરી મેદાનમાં ઉતર્યા. તંત્ર દ્વારા જાહેર મેળાવડાઓ કે રેલીઓમાં ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ ખુદ ભાજપ પ્રમુખ પાટિલના કાર્યક્રમમાં ફરી એક વખત કોરોનાની ગાઇડલાઇનના નિયમોનો ભંગ થયો.

પ્રમુખ બન્યા બાદ પાટિલે પ્રથમ વખત વડોદરાની મુલાકાત લીધી. જેના કારણે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કર્યો. અનેક કાર્યકર્તાઓએ યોગ્ય રીતે માસ્ક પણ નહોતું પહેર્યું..

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે પણ રાજકીય નેતાઓને કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. તેમ છતાં નેતાઓ સુધરતા નથી. બીજી તરફ સામાન્ય પ્રજાજનોને આકરો દંડ ફટકારતું તંત્ર પણ નેતાઓ સામે જાણે કે મુકપ્રેક્ષક બની જાય છે. તંત્રના બેવડા વલણો સામે ફરી એક વખત લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here