દેશભરમાં જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યા છે તો કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપે રણનીતિ ઘડી કાઢી છે જેના ભાગરૂપે ભાજપ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે, ગોરધન ઝડફિયા પણ કૃષિ કાયદાના સમર્થનમાં આગળ આવ્યા છે.

ગોરધન ઝડફિયા

ઝડફિયાએ કર્યું કૃષિ કાયદાનું સમર્થન

કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે જૂનાગઢમાં ગોરધન ઝડફિયા દ્વારા કૃષિ કાયદા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ખેડૂત આંદોલન માત્ર બે રાજ્ય પૂરતું જ સીમિત છે. ગુજરાતના અને દેશના ખેડૂતોને વિરોધ પક્ષ ગેરમાર્ગે દોરી રહ્યું છે. કૃષિ કાયદાથી દેશના ખેડૂતોને ફાયદો અને વચેટિયાઓને નુકસાન  થવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here