SpiceJet સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે ફરી તેના સીપ્લેન (Seaplane)ની સેવાને શરૂ કરવા જઈ રહી છે. એરલાઇન્સ કંપની SpiceJetએ શુક્રવારે જણાવ્યું હતું કે તે 27 ડિસેમ્બરથી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેનની ફ્લાઇટ ફરી શરૂ કરશે. આ બંને સ્થાનો વચ્ચે એરલાઇન્સની સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. જો કે, એરલાઇને તેના લોકાર્પણના થોડા દિવસ પછી સેવા સ્થગિત કરી દીધી હતી.

દિવસમાં 2 ફ્લાઇટ્સ ઉડશે

સ્પાઇસ જેટ (SpiceJet) તરફથી આવેલા નિવેદનમાં શુક્રવારે જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઈસશટલ (SpiceShuttle) અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે તેની સી-પ્લેન સેવાઓ 27 ડિસેમ્બર 2020થી ફરી શરૂ કરશે. આ માર્ગ પર દરરોજ બે ફ્લાઇટ્સ કાર્યરત રહેશે. પ્રવાસીઓ 20 ડિસેમ્બર, 2020થી આ સેવાઓ માટે બુક કરાવી શકશે. અમદાવાદમાં જાળવણીના અભાવને કારણે 27 નવેમ્બર પછી કોઈ બુકિંગ કરાયું ન હતું.

40 મિનિટમાં 200 કિમીનું અંતર કાપશે

સી-પ્લેનને 200 કિ.મી.ના અંતરે આ બંને સ્થાનો વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 40 મિનિટનો સમય લાગે છે. ઉડાન યોજના અંતર્ગત આ વિમાનમાં મુસાફરી કરવા માટે એક તરફનું ભાડુ 1500 રૂપિયા રહેશે. આ વિમાનમાં 12 લોકો બેસી શકે છે. સ્પાઈસ જેટે ઉડાન યોજના અંતર્ગત દેશભરમાં 18 રૂટ સુરક્ષિત કર્યા છે. www.spiceshuttle.com પર જઈને ટિકિટ બુકિંગ કરી શકાય છે. સરકાર અન્ય માર્ગો પર પણ સીપ્લેન શરૂ કરશે. સરકારે ગુહાહાટી, આંદામાન-નિકોબાર અને દિલ્હી યમુનાથી ઉત્તરાખંડ સુધીના ટપ્પર ડેમ રૂટ પર સી-પ્લેન ચલાવવાની યોજના તૈયાર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here