રાજ્યમાં લોકોને વેક્સિન આપવા માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આરોગ્ય વિભાગે રસી આપવા માટે 1 હજાર કેન્દ્રો ઉભા કરવાની તૈયારીઓ આરંભી છે. વેક્સિન કેન્દ્ર માટે પીએચસી, સીએચસી અને સ્કૂલ પણ આઇડેન્ટિફાય કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

43 સ્થળોએ રાખશે વેક્સીન

રાજ્યમાં કુલ 43 જેટલા સ્થળોએ વેક્સિન રાખવાની વ્યવસ્થા કરાઇ છે. એક કેન્દ્ર પર એક દિવસમાં 100 જેટલા લોકોને વેક્સિન અપાશે. વેક્સિન કેન્દ્રમાં 3 જેટલા રૂમ તૈયાર કરાશે.

4 તબક્કામાં અપાશે રસી

પ્રથમ તબક્કામાં ખાનગી અને સરકારી હોસ્પિટલના 12 હજાર 696 કર્મીઓને વેક્સિન અપાશે. તો બીજા તબક્કામાં પોલીસ, પત્રકારો, હોમગાર્ડ, શિક્ષકો મળીને 15 હજારને વેક્સિન અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરની વયના 3.26 લાખ લોકોને વેકસીન અપાશે. જ્યારે કે ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેની વયના વિવિધ બીમારીથી પીડાતાને લોકોને વેક્સિન અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here