છેલ્લાં એક વર્ષમાં રિઝર્વ બેંક (RBI) દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અસર બેંરોની ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજદર પર પણ જોવા મળે છે. વરિષ્ઠ નાગરિકોથી લઈને સામાન્ય માણસ સુધી એફડી જ સૌથી પોપ્યુલર વિકલ્પમાંથી એક માનવામાં આવે છે. એવામાં વ્યાજદરોમાં ઘટાડાની અસર તેની ઉપર પણ પડી છે.

હાલનાં ટ્રેંડ્સને જોઈએ તો, વરિષ્ઠ નાગરિકો માટે એફડી પર વર્તમાન વ્યાજ દર 3 થી 5.4 ટકાની રેન્જમાં છે. જો કે, તે એફડીની રકમથી લઈને અવધિ સહિત અન્ય ઘણા પ્રકારનાં ફેક્ટર્સ પર પણ આધારિત છે. એ જાણવું રહ્યું કે સામાન્ય રીતે વરિષ્ઠ નાગરિકોને એફડી પર 0.50 ટકાનાં દરથી વ્યાજ મળે છે.

ઓછા વ્યાજ પછી પણ એફડીના અન્ય ઘણા ફાયદા

આર્થિક રિકવરી દરમિયાન વ્યાજના દરમાં ઘટાડો એક જ કારણ હોવું જોઈએ નહીં કે એફડીમાં રોકાણ ઘટાડવું જોઈએ. ખાતરીપૂર્વકનું વ્યાજ બેંક થાપણો પર મળે છે, રોકાણ અંગે સ્પષ્ટતા છે, બચત કરવામાં આવે છે. બેંક એફડીની સૌથી અગત્યની બાબત એ છે કે તેમાં ઉંચી લિક્વિડિતી હોય છે, એટલે કે જ્યારે રોકડની જરૂર હોય ત્યારે તે સરળતાથી ઉપલબ્ધ થાય છે.

આ બેંકોમાં મળે છે વધારે વ્યાજદર

જના સ્મોલ ફાઇનાન્સ બેંકને 2 થી 3 વર્ષની એફડી પર વાર્ષિક 7.50% ના દરે વ્યાજ મળી રહ્યું છે. આ નાની ફાઇનાન્સ બેંકમાં નવો વ્યાજ દર 18 નવેમ્બરથી લાગુ થશે. જ્યારે, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3 થી 5 વર્ષની એફડી પર 7.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. ઇન્ડસઇન્ડ બેન્કને 1 થી 3 વર્ષની એફડી પર 7 ટકા અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 2 થી 3 વર્ષની અવધિવાળી એફડી પર 7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

આ સિવાય ડીસીબી બેંકમાં મહત્તમ 6.95 ટકા, આરબીએલ બેંકમાં 6.95 ટકા, યસ બેન્કમાં 6.75 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 2 થી 3 વર્ષની એફડી પર 6.75 ટકાનાં દરે વ્યાજ મળી રહ્યું છે. જ્યારે, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક 6.50 ટકા અને ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક 6.50 ટકાનું વ્યાજ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here