કોરોના વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વેમાં શિક્ષકોની બેદરકારીની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદનું સ્કૂલ બોર્ડ શિક્ષકોના બચાવમાં આવ્યુ છે. કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરનો આક્ષેપ છે કે, 14 જેટલા શિક્ષકોએ ઘરે ઘરે સર્વે કરવાની જગ્યાએ મતદાર યાદીમાંથી વિગતો ભરી હતી. ત્યારે સ્કૂલ બોર્ડનું કહેવું છે કે, શિક્ષકોએ સર્વેની કામગીરી ઝડપી બનાવવા ઘરે ઘરેથી વિગતો એકત્ર કરે છે. અને શાળામાં બેસી ફોર્મ ભરે છે. મતદાર યાદીમાં મોબાઈલ નંબર હોતા નથી. જ્યારે શિક્ષકોએ ફોર્મમાં મોબાઈલની વિગતો ભરી છે.