કોરોનાના કારણે લોકો ઘરે બેસી રહ્યા છે. ફરવા જવાથી મન થોડુ પ્રફુલ્લીત રહેશે. એક સરખી જીવનશૈલીથી કંટાળી ગયા છો તો જરૂર આ રમણીય સ્થળોની મુલાકાત લઇ આવો. મોટાભાગના લોકો તેમની રજાઓ સ્વચ્છ, એકાંત અને સુંદર જગ્યાએ વિતાવવા માગે છે. જો તમે ભારતના કેટલાક બીચ પર ફરવા માંગતા હો, તો અમે તમને એવા કેટલાક બીચ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેઓ તેમની સ્વચ્છતા Cleanest Beaches માટે જાણીતા છે. આ બધા પ્રવાસીઓના પ્રિય બીચ છે.

અગોંડા બીચ-
(Agonda Beach) અગોંડા બીચ એ દક્ષિણ ગોવાનું એક નાનું ગામ છે. તે ભારતનો સૌથી સલામત અને સ્વચ્છ બીચ છે. અહીં રંગબેરંગી બીચ શેક્સ, શાકાહારી રેસ્ટોરાં અને બુટિક રિસોર્ટ છે. લોકો અહીં સ્વિમિંગની મજા માણવા આવે છે.

એલેપ્પી બીચ –
કેરળનો એલેપ્પી બીચ (Alleppey Beach) સદીઓ જૂનો છે. અહીંનું સૌથી મોટુ આકર્ષણ બીચ પરના પામ વૃક્ષો છે. સૂર્યાસ્ત સમયે આ બીચની સુંદરતામાં વધુ સારી લાગે છે.

પદુબિદ્રી બીચ –

પદુબિદ્રી કર્ણાટકના ઉડુપીથી 24 કિમી દૂર સ્થિત એક નાનું શહેર છે. પદુબિદ્રી બીચ (Padubidri Beach) રાજ્યના બે પ્રખ્યાત બીચમાંથી એક છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. અહીં તમામ સુવિધાઓ છે જે પ્રવાસીઓ માટે જરૂરી છે.

પાલોલેમ બીચ –

ગોવામાં પાલોલેમ બીચ (Palolem Beach) તેની સ્વચ્છ અને મનોરંજક રાતો માટે જાણીતુ છે. અહી સાઇલેન્ટ ડિસ્કો ખૂબ જ લોકપ્રિય છે. અહીં રસપ્રદ વાત એ છે કે લોકો શાંતિ જાળવી રાખવા માટે પાર્ટીમાં હેડફોન પહેરવાનું પસંદ કરે છે. અહીં પ્રવાસીઓ બીચ પર રહેવા માટે રંગબેરંગી ઘરો બનાવવામાં આવ્યા છે, જે ખૂબ સુંદર લાગે છે.

રાધનગર બીચ-

અંદામાન આઇલેન્ડનો રાધનગર બીચ (Radhanagar Beach) વિશ્વના શ્રેષ્ઠ દરિયાકિનારોમાંનો એક માનવામાં આવે છે. તમે તમારા આખા દિવસને સફેદ રેતી અને બીજી બાજુ જંગલના સુંદર દૃશ્ય ખળ ખળ વહેતુ ચોખ્ખુ વાદળી પાણી વચ્ચે આખો દિવસ પસાર કરી શકો છો.આ બીચ પર લહેરો ઉપસ સુધી આવતી ન હોવાથી આમાં તરવાની ખુબજ મજા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here