WhatsApp હવે આપણી જિંદગીનો મુખ્ય ભાગ બની ચૂક્યું છે. પર્સનલથી લઈને પ્રોફેશનલ મેસેજ સુધી હવે WhatsApp પર જ થવા લાગ્યા છે. આ દિવસે તમે ઘણા WhatsApp Group સાથે પણ જોડાયા હશો. જરૂરી નથી કે, ગૃપમાં હાજર બધા લોકોના Contact Number તમારા ફોનમાં સેવ હોય. એવામાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ, WhatApp ગૃપમાં કોઈપણ સભ્યને સીક્રેટ મેસેજ મોકલવાની રીત…

WhatsApp ગૃપમાં હોય છે ઘણા સભ્ય

સામાન્ય તો WhatsApp ગૃપ લોકો સાથે જોડાવવાનું ખૂબ સરળ માધ્ય છે, પરંતુ એ જરૂરી છે કે, WhatsApp ગૃપ્સના બધા લોકોને તમે ખાનગી રીતે જાણો. ખરેખર WhatsApp ગૃપ એડમિન કોઈપણ વ્યક્તિમાં જોડાઈ શકે છે. એક WhatsApp ગૃપમાં 100-250 સભ્ય હોઈ શકે છે.

શા માટે જરૂરી હોય છે સીક્રેટ મેસેજ મોકલવાનું

ઘણી વખત WhatsApp ગૃપમાં એવો ટોપિક પર વાત ચાલી રહી હોય છે, જેના પર પબ્લિકલી રિપ્લાઈ કરવો સંભવ હોતો નથી. એવામાં તમે કોઈ એક ખાસ વ્યક્તિને સીધો જવાબ આપવા અથવા સલાહ આપવા માગો છો. ઘણી વખત સીક્રેટ મેસેજ સીધો મોકલવો સૌથી સટીક રીત હોય છે.

આ રીતે મોકલો સીક્રેટ મેસેજ

સૌ પ્રથમ WhatsApp ગૃપમાં ચેટને લોન્ગ પ્રેસ કરો, જેનો રિપ્લાઈ કરવા માગો છો. મેસેજ સિલેક્ટ થયા બાદ જમણી બાજુ જોવા મળતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

સીક્રેટ મેસેજ મોકલવાની રીત

હવે તમે Reply Peivately પર ટેપ કરો. WhatsApp પર એક નવી ટેબ ખુલી જશે, જેમાં તે વ્યક્તિનો નંબર ઉપર શો થઈ રહ્યો હશે. હવે તમે અહીંયા મેસેજ ટાઈપ કરી શકો છો. મેસેજ સીધો તે જ વ્યક્તિને મળશે જેને તમે મોકલવા માગો છો. આ મેસેજ તમને WhatsApp ગૃપમાં દેખાશે નહી.

રિપ્લાઈ માટે નંબર સેવ કરવાની જરૂરિયાત નથી.

WhatsApp ગૃપમાં કોઈપણ વ્યક્તિને સીક્રેટ મેસેજ મોકલવા માટે નંબર સેવ કરવાની જરૂરિયાત હોતી નથી. તમે કોઈને પણ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here