બંગાળમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે, જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટી અત્યાર જ પોતાના માટેનો માહોલ સેટ કરવામાં લાગી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મિદનાપુર કોલેજ ગ્રાઉન્ડમાં એક જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે.

અહીં આ જાહેરસભામાં ટીએમસીના સાંસદ સુનીલ મંડલ, મમતા બેનર્જીની પાર્ટીના પાંચ ધારાસભ્યો સહિત કુલ 11 વર્તમાન ધારાસભ્યો અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. જેમાં એક પૂર્વ સાંસદ પણ શામેલ છે. આ ધારાસભ્યોમાં શુભેન્દુ અધિકારી, તાપસી મોંડલ, અશોક ડિંડા, સુદીપ મુખર્જી, સૈકત પંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાસ, સુકરા મુંડા, શ્યામપદા મુખર્જી, બિસ્વજીત કુંડુ અને મૈત્રી બેનર્જી જેવા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ટીએમસી નેતા શુભેન્દુ અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેમણે હાલમાં જ ટીએમસીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. ટીએમસી સાંસદ સુનીલ મંડલ પણ ત્યાં હાજર હતા. આ અગાઉ અમિત શાહ સવારે ઉત્તર કલકત્તામાં સ્વામી વિવેકાનંદના જન્મસ્થળે પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here