RBI એ પોઝિટિવ પે સિસ્ટમની હેઠળ ચેક પેમેન્ટના નવા નિયમ જાહેર કર્યા છે. આ નિયમ 50 હજાર રૂપિયાથી વધારેના પેમેન્ટ માટે લાગુ થઈ રહ્યા છે. જે હેઠળ આ નવા નિયમ હેઠળ 50 હજાર રૂપિયાથી વધારેના પેમેન્ટ કરવા માટે કેટલીક મુખ્ય જાણકારીઓને રી-કંફર્મ કરવાનું રહેશે. જોકે, આ સુવિધા ગ્રાહકની મંજૂરી પર નિર્ભર છે કે, તેઓ તેને લેવા માગે છે કે નહી. બેન્ક 5 લાખ રૂપિયાથી વધારેના પેમેન્ટમાં તેને ફરજિયાત બનાવી શકે છે.

‘પોઝિટિવ પે’ દગાખોરી અને છેતરપિંડીને રોકવાનું એક ટૂલ છે. દગાખોરીને પકડવા માટે આ ટૂલ ક્લિયર કરવા માટે આપવામાં આવેલ ચેક સંબંધિત કેટલીક વિશેષ જાણકારીઓ પુષ્ટી કરે છે. આ જાણકારીઓ છે- ચેક નંબર, ચેક ડેટ, પેઈનું નામ, એકાઉન્ટ નંબર, અમાઉન્ટ અને તે બધી જાણકારીઓ જે ચેક જાહેર કરનારે પહેલા ચેકમાં આપી હશે.

ચેક પેમેન્ટ માટે નવા નિયમ 1 જાન્યુઆરી 2021થી લાગુ થઈ જશે

  • આ પ્રક્રિયા હેઠળ ચેક જાહેર કરનાર શખ્સ કેટલીક ન્યૂનતમ જાણકારી જેમ કે, ચેક ડેટ, બેનિફિશિયરી અથવા પેઈનું નામ, અમાઉન્ટ ડ્રોઈ બેન્કની જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ, એટીએમ થકી આપવાની રહેશે.
  • નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈંડિયા એટલે કે, NPCI, CTS એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમમાં પોઝીટીવ પેની સુવિધા ડેવલપ કરશે અને બેન્કોને ઉપલબ્ધ કરાવશે. બેન્ક આ ફેસિલિટીને બધા એકાઉન્ટ હોલ્ડર એનેબલ કરશે. જે 50 હજાર અથવા તેનાથી વધારેની રકમ માટે જાહેર કરવા માગે છે.
  • એકાઉન્ટ હોલ્ડર જે જાણકારી આપશે, તેને બેન્કની સિસ્ટમ પોઝિટિવ પેના સેંટ્રલાઈજ્ડ ડેટા સિસ્ટમમાં અપલોડ કરશે. જ્યારે બેન્કની પાસે ચેક આવશે તો તે આ જાણકારીને સેંટ્રલ ડેટાબેસ સાથે મિક્સ કરાવશે. જો ચેકમાં આપવામાં આવેલી જાણકારીનું મિલાન એકાઉન્ટ હોલ્ડર તરફથી આપવામાં આવેલી જાણકારીથી થઈ જાય છે, તો પેમેન્ટ થઈ જશે. જો જાણકારી મેચ થશે નહી તો, બેન્ક ચેક રિજેક્ટ કરી દેશે.
  • RBI એ બેન્કોને સલાહ આપી છે કે, SMS, એલર્ટ, બ્રાંચમાં ડિસ્પ્લે, એટીએમ, વેબસાઈટ અને ઈન્ટરનેટ બેન્કિંગ થકી પોતાના ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ તેના ફીચરની જાણકારી આપે. તેના વિશે જાગૃતતા ફેલાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here