ટ્વિટરે(Twitter) શુક્રવારે કહ્યું હતું કે તે 20 મી જાન્યુઆરીથી તેના એકાઉન્ટ વેરિફિકેશન પ્રક્રિયા ફરીથી લોન્ચ કરશે. તેના દ્વારા, એક્ટિવ અને પ્રમાણિત યુઝરના ખાતાઓને બ્લુ વેરિફાઇડ ટિક મળશે. નવી પ્રક્રિયાના અમલ પછી, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પરના ઇન્ટરેક્ટિવ એકાઉન્ટમાંથી વેરિફિકેશનનું ચિહ્ન છીનવાઇ જશે. નવેમ્બરમાં, ટ્વિટરે (Twitter)જાહેરાત કરી કે તે 2021ની શરૂઆતમાંથી પોતાની એકાઉન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ફરીથી લોન્ચ કરશે. અને લોકોને 24 નવેમ્બરથી 8 ડિસેમ્બરની વચ્ચે નવી વેરિફિકેશન પોલિસીના ડ્રાફ્ટ અંગે પ્રતિસાદ શેર કરવા કહેવામાં આવ્યું હતું.

ત્રણ વર્ષ પહેલાં રોકવામાં આવ્યુ હતુ વેરિફિકેશન
કંપનીએ ત્રણ વર્ષ પહેલા તેના પબ્લિક વેરિફિકેશનનાં કાર્યક્રમને રોકી દીધો હતો. આ ફરિયાદ પ્રાપ્ત થયા બાદ કરવામાં આવ્યુ હતુ કે ઘણા લોકોને મનમાની અને મૂંઝવણભર્યુ લાગી રહ્યુ હતુ. ટ્વિટરે (Twitter)એક બ્લોગપોસ્ટમાં કહ્યું હતું કે, જાહેર ફીડબેકના સમયગાળા દરમિયાન બે અઠવાડિયામાં, તેમને 22 હજારથી વધુ સર્વેનાં જવાબો પ્રાપ્ત થયા છે અને તેઓ તેમની પોલીસીમાં કેવી રીતે સુધારો કરી શકે છે તે વિશે સમજ્યા છે. તેઓ 20 જાન્યુઆરી 2021થી પૉલિસીને લાગૂ કરવાની શરૂઆત કરશે. આ સાથે, તેઓ ઈનેક્ટિવ અને અધૂરા એકાઉન્ટ્સમાંથી વેરિફિકેશનનું નિશાન પણ હટાવવાનું શરૂ કરશે.
કેટલાક એકાઉન્ટ્સમાંથી હટશે વેરિફિકેશન
તે આગળ જણાવે છે કે, આ નવી પોલિસી ભવિષ્યમાં સુધારાઓ માટે પાયો નાખશે જેમાં તે સમજાવવામાં આવશે કે વેરિફિકેશનનો અર્થ શું છે, કોણ વેરિફિકેશન માટે પાત્ર છે અને શા માટે કેટલાક એકાઉન્ટ્સ વેરિફિકેશન ગુમાવી શકે છે તે સમજાવવામાં આવશે. કાર્યક્રમ વધુ ન્યાયી છે તેની ખાતરી કરવા માટે. ટ્વિટરે (Twitter)કહ્યું કે ફીડબેકના આધારે તેણે તેની વેરિફિકેશન પોલિસીના કેટલાક ક્ષેત્રોને અપડેટ કર્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેની પરિભાષામાં બદલાવ કર્યો છે અને હવે તેને પ્રોફાઇલ બાયો અથવા હેડર ઇમેજની જરૂર રહેશે નહીં. આ સાથે, ન્યૂઝ કેટેગરીનાં શીર્ષકને વિસ્તૃત કરીને ન્યૂઝ અને જર્નાલિસ્ટ અને સ્પોર્ટ્સ કેટેગરીમાં સ્પોર્ટ્સ અને એક્સપર્ટસ કરી દેવામાં આવ્યુ છે.