ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ હાલ વાતચીનનો દોર ચાલી રહ્યો છે, આ મામલે ચીન નરમ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ વચ્ચે પૂર્વી લદ્દાખમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પૂર્વી લદ્દાખના ન્યોમા વિસ્તારના ચાંગથાંગ ગામમાં બે કારમાં સિવિલ ડ્રેસમાં ચીની સૈનિકોનું એક જૂથ ઘૂસી આવ્યું હતું. મામલાની ગંભીરતા જોતા સ્થાનિક લોકો અને ITBPના જવાનોએ પાછા ધકેલ્યા હતા. આ જાણકારી રવિવારના રોજ સ્થાનિક લોકોની તરફથી સરક્યુલેટ કરવામાં આવેલા એક વીડિયો દ્વારા પ્રાપ્ત થઈ હતી.
સમગ્ર ઘટના ક્રમ
- લદ્દાખના ચાંગથાંગમાં સિવિલ ડ્રેસમાં ઘુસણખોરી કરી રહ્યા હતા ચીની સૈનિકો
- સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધ બાદ પરત ફરવા થયા મજબૂર
- સૂચના મળતાજ આઈટીબીપીના જવાનો આવ્યા એક્શનમાં

સિવિલ ડ્રેસમાં આવ્યા હતા ચીની સૈનિકો
ચાઇનીઝ સૈનિકો, કે જેઓ સિવિલ ડ્રેસમાં હતા, તેઓ ખાનાબદોશો સાથે દલીલો કરી રહ્યા હતા, કારણ કે તેમના પશુઓ આ વિસ્તારમાં ચરી શકે, પરંતુ સ્થાનિક રહેવાસીઓના આકરા વિરોધ પછી તેઓને પરત જવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ આ અંગે આઇટીબીપી જવાનોને પણ જાણ કરી હતી. આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી.
ચાંગપા ખાનાબદોશોના મકાનો છે
મોટાભાગના તિબેટીયન શરણાર્થીઓ લેહના ચાંગથાંગમાં વસવાટ કરે છે. ચાંગથાંગ દરિયા સપાટીથી આશરે 14,600 મીટરની ઉંચાઇએ રશપો ખીણમાં સ્થિત છે. આ ગામમાં ચાંગપા ખાનાબદોશોના મકાનો છે. જ્યાં આ પ્રજાતિ વસવાટ કરે છે.