રૂપાણી સરકારે ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. નવો કાયદો અમલમાં આવતાં જ ભૂમાફિયાનો શિકાર બનેલાં ગરીબ-અભણ ખેડૂતો-જમીન માલિકો ફરિયાદ કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. કમલમમાં મહેસૂલ મંત્રી સમક્ષ જ ખુદ ભાજપના કાર્યકરો ભૂમાફિયા-બિલ્ડરો વિરૂધ્ધ ફરિયાદો કરી રહ્યાં છે.ભાજપના નેતાઓ સામે જ ફરિયાદો થતાં મંત્રીઓ પણ મૂંઝવણમાં મૂકાયાં છે.

ભાજપના નેતાઓ સામે જ ફરિયાદો થતાં મંત્રીઓ પણ મૂંઝવણમાં મૂકાયાં

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોની રજૂઆતો સાંભળવા મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કર્યો છે. અત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને મંત્રી જયદ્રથસિંહ પરમાર દર સોમ-મંગળવારે કમલમમાં આવી કાર્યકરોને સાંભળે છે. સૂત્રોના મતે, કમલમમાં ભાજપના કાર્યકરો બદલીઓ ઉપરાંત જમીન દબાણોની સૌથી વધુ ફરિયાદો કરે છે. ઘણાં કિસ્સામાં તો ભાજપના નેતાઓ વિરૂધ્ધ જ જમીન દબાણોની ફરિયાદો આવી છે.આવી સ્થિતીમાં મંત્રીઓની જાએ તો જાએ કહાં જેવી દશા થઇ છે. તેનું કારણ એ છેકે, એક ફરિયાદ કરે તો બીજાને બચાવવા રાજકીય ભલામણ આવે.

સ્થિતીમાં મંત્રીઓની જાએ તો જાએ કહાં જેવી દશા થઇ

નવો કાયદો અમલમાં આવતા જ ભાજપના કાર્યકરો જમીન દબાણ, જમીન પચાવી પાડવાની ફરિયાદો કરતાં થયાં છે. ભૂમાફિયા-બિલ્રડરો વિરૂધ્ધ ફરિયાદ કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે કેમકે, નવા કાયદામાં થોડાક દિવસોમાં ફરિયાદનુ નિરાકરણ લાવવાની જોગવાઇ છે જેના કારણે આગામી થોડાક જ દિવસોમાં કલેક્ટર કચેરીઓમાં ફરિયાદોના ઢગલાં થશે.

આ ઉપરાંત રાજકીય બદલાની ભાવનાથી પણ ફરિયાદો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.આ તરફ,નવા કાયદાની જોગવાઇને લીધે ભૂમાફિયા-બિલ્ડરોએ અત્યારથી સમાધાન કરવા દોડધામ મચાવી છે. એવી ચર્ચા છેકે, સરકાર જમીન પચાવી પાડનારાં ભાજપના નેતાઓ સામે પગલાં ભરશે કે નહીં, પછી આ નવો કાયદો પણ માત્ર શોભાના ગાંઢીયા સમાન બની રહે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here