અંગ્રેજી કેલેન્ડર અનુસાર 21 ડિસેમ્બર એટલે કે આજની રાત સૌથી લાંબી હશે. દુનિયાના તમામ ખગોળીય વૈજ્ઞાનિકોની નજર આજે અંતરિક્ષમાં હશે. આવુ એટલા માટે કારણ કે અંતરિક્ષમાં આજે તે અદ્ભૂત નજારો જોવા મળશે જે છેલ્લા 800 વર્ષમાં પહેલીવાર બનશે.

હકીકતમાં અંતરિક્ષના સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ અને શનિને જોતા એવુ લાગશે કે તે એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. ગુરુ અને શનિ ગ્રહ નજીક આવવાની આ દુર્લભ ઘટના આશરે 800 વર્ષ બાદ ઘટી રહી છે.

ખગોળશાસ્ત્રીઓ અનુસાર હકીકતમાં અંતરિક્ષમાં શનિ અને ગુરુ વચ્ચેનું અંતર કરોડો કિલોમીટરનું હશે પરંતુ પૃથ્વી પરથી જોતા એવું લાગશે કે આ બંને ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. આવું બંને ગ્રહોના પોતાના વિશિષ્ટ સ્થિતિમાં રહેવાના કારણે બનશે.

બંને ગ્રહોના આ પ્રકારે એકબીજાની નજીક આવવાની ઘટનાને ખગોળ શાસ્ત્રીઓ મહા-સંયોજન એટલે કે ગ્રેટ કંજક્શન ગણાવી રહ્યાં છે. એમપી બિડલા તારામંડળના ડાયરેક્ટર દેબી પ્રસાદ દુઆરી અનુસાર બે ખગોળીય પિંડ પૃથ્વીથી એકબીજાની ખૂબ નજીક આવે છે અને ઘટનાને કંજક્શન કહેવામાં આવે છે. શનિ અને ગુરુના આ પ્રકારના મિલનને ડબલ પ્લેનેટ અથવા ગ્રેટ કંજક્શન કહે છે.

ભારતના મોટાભાગના શહેરોમાં 21 ડિસેમ્બરે સૂર્યાસ્ત થયા બાદ આ ઘટના જોવા મળશે. વૈજ્ઞાનિકો અનુસાર 21 ડિસેમ્બરની સાંજે પશ્વિમ દિશામાં ક્ષિતિજની બિલકુલ નીચે બે ગ્રહોને એકબીજાને મળતા જોઇ શકાશે. આ દરમિયાન સૌરમંડળના બે ગ્રહ ગુરુ અને શનિ 0.1 ડિગ્રીની સ્થિતિમાં જોવા મળશે.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા અનુસાર, આગામી બે અઠવાડિયામાં જેમ જેમ તેની કક્ષાઓ વધુ નજીકથી સંરેખિત થશે, બંને ગ્રહો એકબીજાની નજીક જોવા મળશે. આવુ ત્યાં સુધી થશે જ્યાં સુધી બંને ગ્રહ એક ડિગ્રીના દસમા હિસ્સા બરાબર ન થઇ જાય.એમપી બિરલા તારામંડળના ડાયરેક્ટર દેબી પ્રસાદ દુઆરીએ જણાવ્યું કે 21 ડિસેમ્બરે ગુરુ અને શનિ વચ્ચેનું અંતર 73.5 કરોડ કિલોમીટર હશે અને દરરોજ આ એકબીજાની નજીક આવતા જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here