સમગ્ર વિશ્વને કોરોના મહામારી (Corona Pandemic)ની ઝપેટમાં લાવ્યા પછી ચીન (China) એ હવે પ્રકૃતિને પડકાર ફેંકતા તેના વેધર મોડિફિકેશન કાર્યક્રમને લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેનો વેધર મોડિફિકેશન પ્રોગ્રામ (Weather Modification Programme) ખેતી માટે લાભદાયી હોવાનો દાવો કરતા ચીન પ્રકૃતિ પર નિયંત્રણ મેળવવા મથી રહ્યું છે ત્યારે તેના આ કાર્યક્રમની આડમાં ચીન દુનિયા સાથે હવામાન યુદ્ધ (Weather War)ની તૈયારીઓ કરી રહ્યું હોવાની અનેક હવામાન નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પાડોશી દેશો સાથે સતત સંઘર્ષપૂર્ણ સંબંધોને કારણે ચીનનો કાર્યક્રમ દુનિયા માટે જોખમી સાબિત થઈ શકે છે. જો કે ચીને વિવિધ હવામાન પરિવર્તન કાર્યક્રમો પર અત્યાર સુધીમાં 1.34 બિલિયન ડોલર એટલે કે 98.81 અબજ રૂપિયા ખર્ચ કરી દીધો છે.

ચીને ગયા મહિને બેઈજિંગ (Beijing)ની દક્ષિણે 300 માઈલ દૂર કૃત્રિમ વરસાદ લાવવા માટે પીક-અપ ટ્રક પરથી 16 રોકેટ છોડયા હતા. સ્થાનિક વિસ્તારમાં દુષ્કાળની સમસ્યા દૂર કરવા માટે જુયે કાઉન્ટીના હવામાન વિભાગે આ રોકેટ છોડવાનો આદેશ આપ્યો હતો. આ રોકેટ છોડયાના 24 કલાકમાં જ આ વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ પડયો હતો.

તાઇવાન એ કહ્યું હતું કે પાડોશી દેશ વરસાદ ચોરતા વિવાદ ઉભો થશે

નેશનલ તાઈવાન યુનિવર્સિટીએ ગયા વર્ષે એક અભ્યાસમાં જણાવ્યું હતું કે હવામાન પરિવર્તન કાર્યક્રમના સમન્વયના અભાવમાં ચીન અને પડોશી દેશો વચ્ચે ‘વરસાદની ચોરી’ જેવા વિવાદ સર્જાઈ શકે છે. આ વિવાદાસ્પદ કાર્યક્રમ પર નજર રાખવા અને તેની સરહદ નક્કી કરવાની જરૃર છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કાર્યક્રમ મારફત ચીન જિયોએન્જિનિયરિંગ પ્રોજેક્ટ પણ શરૃ કરી શકે છે. તેની સફળતા પર ચીન આંતરરાષ્ટ્રીય શક્તિ સંતુલન માટે જોખમી બની શકે છે. આવા પ્રયોગો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમ બનાવવાની જરૃર છે.

ભારતીય હવામાન વિભાગે લદ્દાખમાં રડાર નેટવર્ક વધાર્યું

લદ્દાખમાં ચીન સાથે સંઘર્ષ અને ચીનના વેધર મોડિફિકેશન કાર્યક્રમ પર ચાંપતી નજર રાખતા ભારતીય હવામાન વિભાગે હિમાલયમાં બદલાતા હવામાન પર નજર રાખવા માટે લદ્દાખમાં રડાર નેટવર્ક વધારવાની કામગીરી હાથ ધરી છે. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવને જણાવ્યું હતું કે, હિમાલયમાં ત્રણ રડાર લગાવાઈ ચૂક્યા છે અને બાકીના રડાર ટૂંક સમયમાં લાગી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here